લખનઉ : ધાર્મિક આધારે સમાજમાં ભેદભાવ ફેલાવનારા લોકો સામે ઉત્તરપ્રદેશની એક વિદ્યાર્થીની ઉદાહરણરૂપ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીની આફરીન રઉફ શ્રીમદ્ભગવત ગીતા ગાયન પ્રતિયોગિતામાં અવ્વલ આવી છે. આફરીને મીડિયા સાથેની વાતમા કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શ્લોકોનો પાઠ કરતા સાંભળ્યા હતા. ત્યારથી મને શ્લોક શીખવાનું અને તેનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી. મને વિશ્વાસ છે કે યોગીજી  મારા આ પ્રયાસની સરાહના કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વતંત્ર સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકનાં સન્માનમાં લખનઉનાં રાજકીય જુબિલિ ઇન્ટર કોલેજમાં શ્રીમદ્ભગવતગીતા કથા ગાયન પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લખનઉ મંડળ 25 લોકોને ભાગ લીધો હતો. જો કે આખરે આફરીન રઉફની જીત થઇ હતી. આ મેઘાવી વિદ્યાર્થીની લખનઉની જ મ્યુનિસિપલ ગર્લ્સ ઇન્ટર કોલેજમાં 12માં ઘોરણમાં અભ્યાસ કરે છે.


આ પ્રતિયોગિતા જીત્યા બાદ આફરીન રઉફે કહ્યું કે, તેને ભગવદ્ કથાનાં પાઠથી ઘણુ શિખવા મળ્યું છે. 29 ડિસેમ્બરે ફાઇનલમાં પણ ગીતાનું પઠન કરશે. સાત ભાઇ બહેનોમાં સૌથી નાની આફરીનનાં પિતા મજુર છે. માં કહે છે કે આર્થિક તંગીનાં કારણે તેનાં તમામ બાળકો સરકારી શાળામાં જ ભણ્યા છે.