નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા ચાલુ કોર્ટમાં નકશો ફાડી નાખવાની ઘટના અંગે હિન્દુ સેનાએ મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈને પત્ર લખીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ પત્રમાં જણાવાયું છે કે, રાજીવ ધવને કોર્ટમાં નકશો ફાડીને હિન્દુઓનું અપમાન કર્યું છે, આથી તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાજીવ ધવનની વરિષ્ઠતા પાછી ખેંચવાની પણ માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી. 


સુન્ની વકફ બોર્ડે મધ્યસ્થતા પેનલને જે શરતો બતાવી હતી તેને હિન્દુ મહાસભાએ ફગાવી


સુનાવણીના 40મા અને અંતિમ દિવસે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા એક નકશો રજુ કરીને વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ સિંહે નકશાની નકલ કોર્ટને આપવાની સાથે-સાથે એક નકલ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને આપી હતી. વિકાસ સિંહે આ નકશો આપવાની સાથે જણાવ્યું કે, સીતા રસોઈ અને સીતા કૂપના પિક્ટોરિયલ નકશાથી જગ્યાની ઓળખ થાય છે, કે તે ભગવાન રામની જન્મભૂમિ છે. 


રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો નક્શો


ત્યાર પછી મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને મોટા અવાજમાં આ નકશાની નકલ રજુ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ નકશો રેકોર્ડનો કોઈ ભાગ નથી. ત્યાર પછી તેમણે દસ્તાવેજ ફાડવાની પાંચ ન્યાયાધિશની બેન્ચની મંજુરી માગતા કહ્યું કે, "શું મને આ દસ્તાવેજને ફાડવાની મંજુરી છે... આ સુપ્રીમ કોર્ટ કોઈ મજાક નથી અને ત્યાર પછી તેમણે દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી નાખ્યા હતા."


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....