નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતા મુસ્લિમ સંપ્રયાદના ધર્મગુરૂઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લૉકડાઉનનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન જુમાની નમાઝ મસ્જિદોમાં અદા કરવામાં આવસે નહીં. લોકો પોતાના ઘરમાં નમાઝ અદા કરશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે જે સોશલ ડિસ્ટેન્સિંગની વાત કરવામાં આવી છે તેને લઈને ધર્મગુરૂઓએ આ પગલું ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક ટ્વીટ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને આ અપીલ કરી છે કે લોકો ઝુમાની નમાઝ મસ્જિદોની જગ્યાએ પોતાના ઘરેથી અદા કરે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના વધુ સમાચાર