અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી દેવામાં આવી છે અને 19 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાશે. આ વચ્ચે અયોધ્યાના કેટલાક મુસલમાનોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટને એક પત્રમોકલીને મુસલમાનોની કબરો પર રામ મંદિર ન બનાવવાનો આગ્રહ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આજે ભલે ત્યાં કબર ન જોવા મળે પરંતુ ત્યાંની 4-5 એકર જમીન પર મુસલમાનોની કબરો હતી તેવામાં ત્યાં મંદિરનો પાયો કેમ રાખી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશરે 9 મુસલમાનોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટિઓને મોકલેલા પત્રમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 1993માં અયોધ્યામાં અધિગ્રહિત કરવામાં આવેલી 67 એકર જમીન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે રામ મંદિર નિર્માણ માટે આપી દીધી છે. તે જમીન પર મુસલમાનોની કબર હતી. તે જમીન આશરે 4-5 એકર છે. કેન્દ્ર સરકારે આ પાસા પર વિચાર ન કર્યો કે મુસલમાનોના કબ્રસ્તાન પર ભવ્ય રામ મંદિર ન બની શકે. આ ધર્મની વિરુદ્ધ છે. 


પત્ર દ્વારા ટ્રસ્ટિઓને કહેવામાં આવ્યું છે કે તમે બધા હોશિયાર લોકો છો અને તમને હિન્દૂ સનાતન ધર્મની જાણકારી છે. તમારે લોકોએ તે વાત પર વિચાર કરવો જોઈએ કે શું રામ જન્મસ્થાન મંદિરનો પાયો મુસલમાનોની કબરો પર રાખી શકાય છે. ટ્રસ્ટ મેનેજમેન્ટે નિર્ણય કરવો પડશે. 


નિર્ભયા કેસઃ દોષીતો માટે ત્રીજીવાર ડેથ વોરંટ જારી, શું 3 માર્ચની ફાંસીમાં હજુ પણ બાકી છે કોઈ પેચ?


પત્રમાં ટ્રસ્ટને આગ્રહ કરવામાં આવ્યો છે કે 4-5 એકર જમીન જ્યાં ધરાશાયી કરવામાં આવી મસ્જિદની આસપાસ કબરો હતી, તે જગ્યાએ પ્રયોગ ન કરવો જોઈએ. કહેવામાં આવ્યું છે કે ભલે આજે ત્યાં કબર ન હોય પરંતુ તે વાત પર વિચાર કરવો જોઈએ કે 1949ના જ્યારે ત્યાં અંદર મૂર્તિઓ રાખવામાં આવી ત્યારથી 1992 સુધી જ્યારે માળખું પાડવામાં આવ્યું તે જગ્યા અલગ રીતે પ્રયોગ થતી રહી છે. ટ્રસ્ટિઓને મોકલવામાં આવેલો આ પત્ર 15 ફેબ્રુઆરીએ લખવામાં આવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...