Success Story: લીચીની ખેતી છોડીને ઉગાડ્યા થાઈ ચીકુ, હવે લાખોની કરે છે કમાણી
sapodilla cultivation: ગુજરાતમાં બાગાયતી પાકોની ખેતીમાં ચીકું પણ એક અગત્યનો પાક છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મોટાપાયે ચીકુની ખેતી કરે છે. ચીકુના સારા ભાવ મળતા હોવાને પગલે હવે ગુજરાતમાં થાઈ ચીકુની પણ ખેતી શરૂ થઈ છે. આપણે અહીં એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેમને ચીકુની ખેતીમાં સફળતા મેળવી છે. લીચીની ખેતી માટે બિહારનું મુઝફ્ફરપુર એ પ્રખ્યાત છે. જ્યાં એક ખેડૂત ચીકુની ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ખેડૂત અનિલ કુમારે એક એકરમાં થાઈ ચીકુની ખેતી કરી છે. આ ખેડૂત પાસેથી ચીકુની ખેતીની માહિતી મેળવવા માટે દૂર-દૂરથી ખેડૂતો આવી રહ્યા છે.
chiku Ki Kheti: મુઝફ્ફરપુરના અનિલ કુમારે એક એકર જમીનમાં થાઈ ચીકુનું વાવેતર કર્યું છે, જેના સારા ફળ મળ્યા છે. દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે અને પારંપરિક ખેતી સિવાય ચીકુની ખેતી કેવી રીતે શરૂ કરી અને તેમાંથી કેટલી આવક થઈ રહી છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રતિકૂળ હવામાનને કારણે લીચીની ખેતીને અસર થઈ રહી હતી, તેથી અનિલ કુમારે એક એકર ખેતરમાં થાઈ ચીકુના રોપા વાવ્યા. જેમાં છેલ્લા એક વર્ષમાં વૃક્ષો પર સારા ફળો દેખાઈ રહ્યા છે.
એક ઝાડ દીઠ 40 થી 50 કિલો ચીકુનું ઉત્પાદન થાય છે, જેની બજારમાં કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે અને તે દર વર્ષે ફળ આપે છે. થાઈ ચીકુની ખેતી કરતા અનિલ કુમારે જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી ક્યારેક પૂર અને ક્યારેક દુષ્કાળથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી હવામાન અનુકૂળ ન હોવાને કારણે લીચીની ખેતી પણ યોગ્ય રીતે થતી ન હતી. જેથી તેમણે અખતરો કરવાનો નિર્ણય લીધો હતો. ડાંગર, ઘઉંની ખેતીવાળી જમીનમાં થાઈ ચીકુનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ફળો આવ્યા હતા પરંતુ આ વર્ષે એક ઝાડ દીઠ 40 થી 50 કિલો ફળ આવ્યા છે. હાલમાં ખેડૂત અનિલ કુમાર થાઈ ચીકુની ખેતીથી દર વર્ષે સાડા ત્રણ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
ચીકુની ખેતી જોવા આવેલા પશ્ચિમ ચંપારણના ખેડૂત નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમે ખેતી જોવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આ ખૂબ જ સારો નિર્ણય છે. ખેડૂતો પ્રયોગો કરશે તો નવી ખેતીની ખેડૂતોને માહિતી મળશે. નરેન્દ્રની વાત માનીએ તો હવે તે પણ બે એકરમાં ચીકુની ખેતી કરશે. મણિયારીના ખેડૂતો પણ ચીકુના વાવેતરની વાત કરી રહ્યા છે. આટલું જ નહીં, થાઈ ચીકુની ખેતીની સાથે અનિલ કુમાર ટિશ્યુ કલ્ચર પણ તૈયાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
ચીકુની ખેતી માટે કયું વાતાવરણ યોગ્ય છે?
ચીકુને અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ ઊંડા કાંપવાળી, રેતાળ લોમ અને સારી ડ્રેનેજવાળી કાળી માટી ચીકુની ખેતી માટે યોગ્ય છે. માટીનું pH મૂલ્ય 5.5-7.5 હોવું વધુ સારું છે. ધ્યાન રાખો કે કેલ્શિયમની વધુ માત્રા ધરાવતી જમીનમાં તેને ઉગાડશો નહીં.
ચીકુની ખેતી માટે સારી રીતે તૈયાર કરેલી જમીન જરૂરી છે. જમીનને ઢીલી બનાવવા માટે 2-3 વખત ખેડાણ કરીને જમીનને સમતળ કરો. સિંચાઈ અને આબોહવાની ઉપલબ્ધતાના આધારે અને નાસ અને કોકો, ટામેટા, રીંગણ, કોબીજ, વટાણા, કોળું, કેળા અને પપૈયા આંતરપાક તરીકે ઉગાડી શકાય છે. આમ ચીકુની ખેતીમાં ખેડૂતો આંતરપાક કરીને પણ સારી કમાણી કરી શકે છે. આમ ખેડૂતોએ બાગાયતી ખેતીમાં સારી કમાણી કરવી હોય તો આ પ્રયોગો ઉત્તમ સફળતા અપાવે છે. ગુજરાતમાં પણ ચીકુની ખેતી માટે વ્યાપક તકો છે.
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube