શ્રીનગર: પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે. પીડીપી પાર્ટીના સૂત્રોએ કહ્યું કે મુજફ્ફર હુસૈન બેગએ પીડીપી સંરક્ષક મહબૂબા મુફ્તીને પાર્ટીએ પાર્ટી છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. મુફજ્જર હુસૈન બેગ 1998માં પીડીપી (PDP)ની સ્થાપના સમયે પાર્ટી સાથે જોડાયેલા છે.  


પીડીપી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુજફ્ફર હુસૈન બેગ પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD) દ્રારા સીટ વહેંચણી, ખાસકરીને ઉત્તર કાશ્મીરમાં સીટ વહેંચણીને લઇને નારાજ છે. પીએજીડીમાં નેશનલ કોન્ફ્રસ, પીડીપી, પીપુલ્સ કોન્ફ્રંસ અને માકપા સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube