મુજફ્ફરનગર : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા નેતાઓની સાથે જ પાર્ટી કાર્યકર્તાઓનો રાજકીય પારો પણ વધતો જઇ રહ્યો છે. ચૂંટણીનાં વાતાવરણ કાર્યકર્તાઓ પર આ પ્રકારે હાવી થઇ ગયું છે કે તેઓ આંતરિક રીતે લડી પડ્યા છે. એવો જ એક કિસ્સો યુપીના મુજફ્ફરનગરમાં સામે આવ્યું છે. મુજફ્ફરનગરમાં ટંઢેડા ગામમાં શિવારે બસપા સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા તથા વર્તમાનમાં બિજનોર લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીની ચૂંટણી સભા બાદ કોંગ્રેસ સમર્થકોએ ભારે હોબાળો કર્યો અને લાઠી તથા ડંડા વડે યુદ્ધ કર્યું. આ મુદ્દે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા
નસીમુદ્દીન સિદ્દીકીની સભા બાદ પૂર્વ ધારાસભ્ય મૌલાના જમીલ અહેમદ કાસમીનાં ઘરે એક બિરયાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓનાં બે જુથો વચ્ચે હોબાળો થઇ ગયો. હોબાળો એટલો બધો થયો કે સમર્થકો વચ્ચે મારામારી થઇ ગઇ. કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા. આ બિરનાયી પાર્ટીમાં મદરેસાનાં વિદ્યાર્થીઓ સાથે સાથે આસપાસનાં ગામના લોકો પણ આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મુદ્દો ધારસભ્યનાં ઘરે ગંદકી ફેલાવવા મુદ્દે ચાલુ થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ અહીં ભારે હોબાળો થઇ ગયો હતો. 

કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સહિત આશરે 30 પર કેસ દાખલ
આ હોબાળાની માહિતી મેળવીને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાઠીચાર્જ કરીને ઉત્પાતી કાર્યકર્તાઓનાં ટોળા પર કાબુ મેળવ્યો. આ ભાગદોડમાં 10 લોકો ઘાયલ થઇ ગયા. હોબાળા બાદ ગામમાં પોલીસને ફરજંદ કરી દેવાઇ. પોલીસે આ મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકી, પૂર્વ ધારાસભ્ય મૌલાના જમીલ અહેમદ કાસમી સહિત આશરે 30 લોકો વિરુદ્ધ આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવા અને મતદાતાઓને પ્રલોભન આપીને મતદાન પ્રભાવિત કરવાનો કેસ દાખલ કર્યો છે. આ સાથે જ વાતાવરણ ખરાબ કરવાનાં દોષીતોની વિરુદ્ધ પોલીસે શાંતિભંગનીની કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. તે માટે કેટલાક લોકોની ઓળખ કરવામાં આવી છે.