બિહારના મુઝફ્ફરપુરમાં રેડ લાઈટ એરિયામાં રંગ અને અદાઓની મહેફિલોના કદરદાનો પહોંચતા નથી. ઘૂંઘરુઓની ખનક અને તબલાની થાપનો અવાજ ગૂંજતો નથી. આથી હવે ડાન્સર્સ પણ પોતાના વ્યવસાયનો ટ્રેન્ડ બદલી રહી છે. ડાન્સર્સ હવે સ્મેક, ચરસ અને અફીણ જેવા માદક પદાર્થોની કેરિયર બની રહી છે. મહિલાઓ હોવાથી કોઈને તેમના પર શક પણ જતો નથી આથી માદક પદાર્થોના તસ્કરો તેમને મોટી ખેપ આપીને એક શહેરથી બીજા શહેરમાં મોકલી રહ્યા છે. તેમને તેમાંથી તગડી કમાણી પણ થાય છે. 35થી 40 વર્ષની ડાન્સર્સ કે જેમને હવે સ્ટેજ પ્રોગ્રામમાં પણ બોલાવવામાં આવતા નથી તેમની સંખ્યા આ તસ્કરીમાં વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંટી પોલીસ મથકે ગત 30 જુલાઈના રોજ એનએચ 28 કિનારે એક પેટ્રોલ પંપ પાસે શુક્લા રોડની રેખા નામની મહિલાને 70 ગ્રામ અફીણ સાથે પકડી હતી. મળી આવેલી અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં સાત લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. અફીણની ખેપ લઈને કાંટી મોકલવામાં આવેલી રખાએ આ અફીણ તસ્કરને આપવાનું હતું. ટ્રકથી આવનારા તસ્કરને હવાલો કરીને તે પાછી વળી જાત. આ બધા વચ્ચે કોઈએ સૂચના કાંટી પોલીસ મથકના પોલીસકર્મી તુફૈલ અહેમદ ખાનને આપી દીધઈ. પૂછપરછમાં રેખાએ રેડ લાઈટ એરિયાની 20થી વધુ કેરિયર એજન્ટ વિશે પોલીસને જણાવ્યું. 


એવું કહેવાય છે કે ઉંમર વધવાના કારણે જે ડાન્સર્સને કામ નથી મળતું તેઓને નશીલા પદાર્થોના તસ્કરો કેરિયર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2020માં બ્રહ્મપુરામાં એક હોસ્પિટલ પાસે સ્મેક વેચી રહેલા તીનકોઠિયા મહોલ્લાના અસલમ ખાનની 10 પડીકી સ્મેક સાથે ધરપકડ થઈ હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે  રેડ લાઈટ એરિયાની મેઘા દ્વારા સ્મેકની ખેપ પહોંચે છે. ડઝન જેટલા પેડલર્સ તેની નીચે કામ કરે છે. પ્રતિ પડીકી કમિશન લઈને મેઘા આ લોકોને સ્મેક આપે છે જેને વેચીને રૂપિયા મેઘાને સોંપવામાં આવે છે. 


મેઘા મુખ્ય તસ્કરને રૂપિયા મોકલે છે. મિઠનપુરા પોલીસે એક વર્ષ પહેલા મેઘાના ભાઈ પરવેઝને 20 લાખ રૂપિયાથી વધુના સ્મેક, બ્રાઉન શુગર, અને વિદેશી પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. હજુ સુધી પરવેઝ જેલમાં બંધ છે. નેપાળથી મુઝફ્ફરપુર પહોંચેલા માદક પદાર્થની ખેપને બીજા શહેરોમાં પહોંચાડવામાં આવી. નગર ડીએસપી રાઘવ દયાલે જણાવ્યું કે નશીલા પદાર્થોની તસ્કરીમાં રેડ લાઈટ એરિયાની ડાન્સર્સની સંડોવણી મામલે અનેક સ્તર પર જાણકારીઓ મળી રહી છે. તેને લઈને અનેકવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે. નશીલા પદાર્થો વિરુદ્ધ ફરીથી દરોડા અભિયાન ચલાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube