મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: 11 છોકરીઓની હત્યા? CBIએ કહ્યું-`હાડકાની પોટલી` મળી
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શારીરિક શોષણ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાન ઘાટ પાસેથી `હાડકાની પોટલી` મળી આવી છે.
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શારીરિક શોષણ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાન ઘાટ પાસેથી 'હાડકાની પોટલી' મળી આવી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં સીબીઆઈએ જણાવ્યું કે તપાસ દરમિયાન નોંધાયેલા પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેમની ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે એક આરોપીએ આપેલી માહિતીના આધારે એક સ્મશાન ઘાટના ખાસ સ્થાન પર ખોદકામ કરાયું અને ત્યાંથી આ હાડકાની પોટલી મળી આવી છે.