નવી દિલ્હી: દેવામાં ડુબેલી યસ બેંક આરબીઆઇનાં પ્રતિબંધો સહી રહી છે. જેના હેઠળ યસ બેંકનાં ખાતા ધારકો 3 એપ્રીલ 2020 સુધી પોતાનાં ખાતામાં માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શક્યા છે. આ સ્થિતીમાં બેંકના ખાતાધારકોમાં એક ભયનું વાતાવરણ છે. યસ બેંકનાં ખાતાધારકોમાં જમા પૈસાનાં ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. પૈસા મુદ્દે એવા જ ટેંશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) ચેરમેન રજનીશ કુમારનાં ભત્રીજાને પણ છે. રસપ્રદ વાત છે કે એસબીઆઇના ચેરમેન દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબમાં તખ્તાપલટ? રોયલ ફેમિલીનાં 3 સભ્યોની ધરપકડથી હડકંપ
શનિવારે રજનીશ કુમારે યસ બેંકને બચાવવા માટે પોતાનાં પ્લાનની માહિતી આપી. આ દરમિયાન રજનીશ કુમારે જણાવ્યું કે, તેમનાં ભત્રીજાનું સેલેરી એકાઉન્ટ યસ બેંકમાં છે. શુક્રવારે સવારે મારા ભત્રીજાએ મને કોલ કર્યો. મે મારા ભત્રીજાને કહ્યું કે, ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. તમારા પૈસા સુરક્ષીત છે. હાલ જેટલા દિવસનો પ્રતિબંધ છે તેટલા દિવસો દરમિયાન સમસ્યા સર્જાઇ શકે છે. જેમ કે આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, આ પ્રતિબંધને ઝડપથી હટાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


PM મોદીની આંખોમાં આંસુ: ભગવાનને તો નથી જોયા પણ તમને... સાંભળતા જ PM થયા ભાવુક
અત્રે ઉલ્લેખનીય છે કે, યસ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 49 ટકા શેર ખરીદવાની તૈયારી કરી રહી છે. એસબીઆઇ ચેરમેન રજનીશ કુમારના અનુસાર હાલ એસબીઆઇ યસ બેંકમાં 2450 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ યસ બેંકને સંકટમાં કાઢવા માટે 20 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. રજનીશ કુમારના અનુસાર અનેક સંભવીત રોકાણકારોનાં મુસદ્દાઓને જોયા બાદ એસબીઆઇ તરફ આગળ વધી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે, ભાગીદારીનાં હિતો અંગે કોઇ જ સમજુતી થઇ શકે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube