નવજોતે લગાવ્યો અમરિંદર પર ટિકિટ નહી આપવાનો આરોપ,સિદ્ધુએ કહ્યું મારી પત્ની ખોટુ નથી બોલતી
નવજોત કોર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકિટ નહી આપવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો હતો
ચંડીગઢ : નવજોત સિંહ સિદ્ધુએ પોતાની પત્ની નવજોત કૌર સિદ્ધુનાં થોડા દિવસો અગાઉ અપાયેલા નિવેદનનું ગુરૂવારે તેમ કહેતા સમર્થન કર્યું કે, તેઓ ક્યારે પણ ખોટુ નહી બોલે. નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટીકિટ નહી આપવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો હતો. પર્યટન અને સંસ્કૃતી મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જ્યારે તેમની પત્નીના આરોપો અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારી પત્ની નૈતિક રીતે એટલા મજબુત છે કે તેઓ ક્યારે પણ ખોટુ નહી બોલે. આ મારો જવાબ છે.
દેવું પરત નહી કરનારા ખેડૂતોને જેલમાં નહી મોકલાય, અમે બનાવીશું કાયદો: રાહુલ
કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય નવજોત કોર સિદ્ધુએ 14 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે, અમરિંદર સિંહ અને પાર્ટીના પંજાબ મુદ્દાના પ્રભારી આશા કુમારીએ તે સુનિશ્ચિત કર્યું કે, તેમને અમૃતસર સંસદીય ક્ષેત્રથી ટિકિટ ન મળે. ચંડીગઢ લોકસભા સીટ પરથી પણ ટિકિટ ઇચ્છે છે કે કોરે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ દાવો કર્યે કે તેઓ પોતાનાં દમ પર કોંગ્રેસને રાજ્યની 13 સંસદીય સીટો અપાવવા માટે સક્ષમ છે.
કાન ખોલીને સાંભળી લો પશ્ચિમ બંગાળ દીદીની જાગીર નથી: PM મોદી
દેવું પરત નહી કરનારા ખેડૂતોને જેલમાં નહી મોકલાય, અમે બનાવીશું કાયદો: રાહુલ
તેમણે અમૃતસરમાં પત્રકારોને કહ્યું હતું, કેપ્ટન સાહેબ અને આશા કુમારી ઇચ્છે છે કે મેડમ સિદ્ધુ (નવજોતકોર) સંસદની ટિકિટ મેળવવા યોગ્ય નથી. અમૃતસરથી મને ટિકિટ તે આધારે નહોતી અપાઇ કે અમૃતસરમાં દશેરા પ્રસંગે થયેલ ટ્રેન દુર્ઘટના (ગત વર્ષે ઓક્ટોબરમાં જેમાં 60 લોકો મરાયા હતા) આ જ કારણ છે કે કે આપણે જીતી શકીશું. કેપ્ટન અને આશા કુમારીએ કહ્યું હતું કે મેડમ સિદ્ધુ જીતી શકે તેમ નથી. ક્રિકેટરથી નેતા બનેલા નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રીની વચ્ચે અંદર અંદર સળગી રહ્યા આ ગુસ્સો પૂર્વમાં અનેક વખત સામે આવ્યું છે.