લખનઉ : ઉત્તરપ્રદેશનાં ભદોહીમાં વિસ્ફોટમાં 10 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ભદોહીનાં ચોરી પોલીસ સ્ટેશન વિસ્તારનાં રોહતા બજારમાં શનિવારે એક મકાનમાં વિસ્ફોટ થઇ ગયો જેમાં 10 લોકોનાં મોત થયા હતા.  જિલ્લાધિકારી રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, કલિયર મંસુરીના ઘરમાં વિસ્ફોટ થયો. સ્થાનીક લોકોનું કહેવું છે કે મંસુરી બિનકાયદેસર ફટાકરા બનાવતો હતો. જિલ્લાધિકારીએ જણાવ્યું કે, રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. ફોરેન્સીક અને એનડીઆરએફની ટીમો પહોંચી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરના બારામુલામાં CRPFની બસ સાથે ટકરાઇ કાર, 4 જવાન ઘાયલ

આઇજી પીયુષ શ્રીવાસ્તવે દસ લોકોનાં મોતની પૃષ્ટી કરી. કાટમાળમાં હજી પણ કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહત ઓપરેશન ચાલુ છે. પોલીસના અનુસાર વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાં હજી પણ અનેક લોકો દટાયેલા હોવાની આશંકા છે. વિસ્પોટ એટલો ભયાનક હતો કે સમગ્ર મકાન ધ્વસ્ત થઇ ગયું. આસપાસનાં મકાનોને પણ નુકસાન થયું છે. 5 કિલોમીટર દુર સુધી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો. 


પઠાણનો પુત્ર અને સાચો હોય તો સાબિત કરે ઇમરાન PM મોદીની ચેલેન્જ

આસપાસનાં વિસ્તારમાં આ વિસ્ફોટ ધ્રુજી ગયો હતો. તંત્રને પણ ઘટના અંગે માહિતી મળતા કંઇક અનહોની થયાની આશંકામાં દોડી પડ્યું હતું. તંત્ર પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ અગ્નિશમન દળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધો હતો. વારાણસીનાં ઉચ્ચ અધિકારીઓ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.