સુમિત કુમાર / નવી દિલ્હી : બુરાડી વિસ્તારના સંત નગરના એક ઘરમાંથી 11 લાશ મળી આવવાના કિસ્સામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમારા ઝી ન્યૂઝના સંવાદદાતા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો ઘરના આગળના ભાગ તરફ દિવાલમાં એક સાથે અલગ અલગ 11 પાઇપ બહાર નીકળેલી જોતાં અચંબિત થયા હતા. દિવાલમાંથી આ પાઇપ કેમ બહાર કાઢી છે? મનમાં સવાલ થતાં એમણે આસપાસના લોકો સાથે પણ આ અંગે પુછપરછ કરી હતી જોકે કોઇ યોગ્ય પ્રત્યુત્તર મળી શક્યો ન હતો. જોકે 11 મોતના કિસ્સામાં 11 પાઇપનું રહસ્ય છુપાયેલું જણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુરાડીમાં 11 લટકતી લાશોનો કેસ ઉકેલવામાં કન્ફ્યૂઝન? વાંચો મોતની સંપૂર્ણ સ્ક્રિપ્ટ


દીવારમાં લાગેલી આ પાઇપ જોતાં એની સાથે અંધ વિશ્વાસ સંકળાયેલો હોવાનું લાગી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, એક પાઇપ દીવારમાં સૌથી ઉપર છે જે ઘરના મુખ્ય વ્યક્તિ નારાયણ દેવીના પ્રતિકની રીતે હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બાકીની છ પાઇપ નીચે તરફ વળેલી છે જે ઘરની મહિલાઓ તરફ ઇશારો કરે છે. ચાર પાઇપ સીધી છે જે ઘરના પુરૂષ સભ્યોની હોવાનું કહેવાય છે. આ દ્રષ્ટિકોણને આધારે આ દિશામાં તપાસનો દોર લંબાયો છે કે આ પાઇપનું સમીકરણ અંધ વિશ્વાસ સાથે જોડાયેલું છે કે કેમ?


બુરાડીમાં 11ના મોતનો મામલો: મિત્રોએ કહ્યું, મેં તેમને રાત્રે ક્રિકેટ રમતા જોયા હતા


બુરાડી ઘરમાં જ્યાં મોત થયા છે ત્યાંના પડોશીઓનું કહેવું છે કે, આ ઘરનો સૌથી નાનો પુત્ર કે જેને ઇજા થતાં એનો અવાજ જતો રહ્યો હતો એ બાદ આ પરિવાર આસારામના સંપર્કમાં આવ્યો હતો. એના કેટલાક દિવસોમાં એનો અવાજ પરત આવ્યો હતો. ત્યારથી આ લોકોમાં આસ્થા, વિશ્વાસ વધુ ગાઢ બન્યો હતો. લોકોનું કહેવું છે કે આ ઘટના ધાર્મિક એંગલનો નથી અને હત્યા બાદ એને આત્મહત્યાનો પ્રયાસ કરાયો છે. 


પ્રિયંકાના ધર્મના ભાઇ પ્રવિણ મિત્તલે મોક્ષના નામ પર આત્મહત્યાની વાતને રદીયો આપ્યો છે. એનું કહેવું છે કે, કેટલાક વર્ષ પહેલા લલિતનો અવાજ ચાલ્યો ગયો હતો એ બાદ એક રાતે એના સપનામાં બાબા આવ્યા હતા જેમણે પૂજા પાઠ કરવાનું કહ્યું હતું. ત્યારથી તે પૂજા કરવા લાગી અને એનો અવાજ પરત આવ્યો હતો. સમગ્ર પરિવાર હનુમાનજીની પૂજા કરતો હતો. બધા રાજસ્થાનના છે એટલે બાલાજીમાં આસ્થા હતી.