શું તમે સાંભળ્યું છે કે દેશમાં એક એવો પણ રહસ્યમય કિલ્લો છે જ્યાંથી આખે આખી જાન જ ગાયબ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે આ  કિલ્લામાં હજુ પણ એટલો ખજાનો છે કે જો મળી જાય તો આખો દેશ ધનિક બની જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11મી સદીમાં બન્યો હતો આ કિલ્લો
આ કિલ્લો 11મી સદીમાં બન્યો હતો. કિલ્લો ખુબ જ રહસ્યમય છે. કિલ્લો 5 માળનો છે. ત્રણ માળ ઉપર છે, જ્યારે 2 માળ જમીનની અંદર. કિલ્લો એક ઊંચી પહાડી પર એક હેક્ટરથી વધુ વર્ગાકાર જમીન પર બન્યો છે. કિલ્લો એ રીતે બનાવવામાં આવ્યો છે કે  તે 45 કિલોમીટર દૂરથી તો દેખાય છે પરંતુ નજીક આવતા જ કિલ્લો દેખાવાનો બંધ થઈ જાય છે. 


શું છે આ કિલ્લાનું નામ
આ કિલ્લો ગઢકુંડાર કિલ્લો છે. જે મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાં આવેલો છે. તેના નીચેના બે માળને બંધ કરી દેવાયા છે. એવું કહેવાય છે કે આ કિલ્લામાં એટલું તે સોનું અને ચાંદી છે જો મળી જાય તો આખો દેશ ધનિક બની જાય.


ભારતમાં અચાનક કેમ વધી ગયું છે આ Wife Swapping? નાના શહેરો પણ બાકાત નથી


ગૂગલમાં ભૂલથી પણ સર્ચ ના કરતા આ વસ્તુઓ, પોલીસ ઘરે આવી પહોંચશે!


ફક્ત 19 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, તમે પણ વિદ્યાર્થી છો તો જાણો કેવી કમાયા રૂપિયા? 


જાન ગાયબ થઈ ગઈ હતી!
ખુબ જૂની વાત છે. આ કિલ્લામાં એક આખી જાન ગાયબ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે જાન આ કિલ્લામાં ફરવા માટે આવી અને ફરતાં ફરતાં જાનના લોકો તેના નીચેના બે માળમાં જતા રહ્યા અને ત્યાંથી પછી ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ કિલ્લામાં નીચેના માળે જતા દરવાજા બંધ કરી દેવાયા. 


જૌહર થયું હતું
એવું કહેવાય છે કે અહીંના રાજા માનની પુત્રી કેસર ખુબ જ સુંદર હતી. મોઘલ બાદશાહ મોહમ્મદ બિન તુગલકે આ સાંભળીને કેસર માટે માંગુ મોકલ્યું હતું. પરંતુ રાજા માનસિંહે તેને માનવાનો ઈન્કાર કરી દીધો. તેનાથી ગુસ્સે ભરાયેલા તુગલકે ગઢકુંડારના કિલ્લા પર આક્રમણ કર્યું. તુગલકથી બચવા માટે કેસર દેએ કિલ્લાના એક કૂવામાં આગ પ્રગટાવીને તેમાં કૂદીને જૌહર કરી લીધુ હતું. તેમની સાથે લગભગ 100 મહિલાઓએ જીવ આપ્યો હોવાનું કહેવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube