Cyclone Asani: દેશના અનેક રાજ્યોમાં અસાની વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ તોફાન હવે આંધ્ર તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે એક નવાઈ પમાડે તેવી ઘટના ઘટી છે. વિસ્તારમાં તોફાનના કારણે સમુદ્રમાં પાણી હિલોળે ચડ્યા છે. આકાશને આંબતી લહેરો વચ્ચે ક્યાંકથી એક સોને મઢેલો રથ આવ્યો છે. આ રથ અંગે હજુ કોઈ માહિતી મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સોનાનો રથ શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી કાંઠે મળી આવ્યો છે. રથની કારીગરી જોતા તે મ્યાંમાર, થાઈલેન્ડ કે મલેશિયાથી તરતો તરતો અહીં પહોંચ્યો હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે વિસ્તારના એસપીએ કહ્યું કે કદાચ રથ બીજા દેશમાંથી આવ્યો હોઈ શકે છે. અમે ઈન્ટેલિજન્સ અને ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે. 


Rajasthan News: ભીલવાડામાં સાંપ્રદાયિક તણાવ, યુવકની ચાકૂના ઘા ઝીંકી હત્યા, કાલ સવાર સુધી ઈન્ટરનેટ બંધ


લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube