ફરવાના શોખીનો માટે મુંબઈ એક સ્વપ્નનગરી છે. મુંબઈમાં હરવા ફરવાની એવી અનેક જગ્યાઓ છે જે પર્યટકોને આકર્ષે છે. પણ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ છીએ કે જ્યાં જતા પહેલા તમે હજાર વાર વિચાર કરશો. એવું કહેવાય છે કે આ રહસ્યમયી જગ્યાએ ભૂતોનો ડેરો છે. અહીં અજીબોગરીબ ઘટનાઓ ઘટતી રહી છે. જેના કારણે આસપાસ કોઈ ફરકતું પણ નથી. આ જ કારણે આ જગ્યા ભારતની ડરામણી જગ્યાઓમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યા છે મુંબઈની મુકેશ મિલ્સ. અહીં એ પણ જણાવવાનું કે આ જગ્યા હોન્ટેડ ફિલ્મોના શુટિંગ માટે પણ મશહૂર છે. અહીં અનેક પ્રકારની ભૂતિયા ફિલ્મોનું શુટિંગ થાય છે. આમ છતાં લોકોમાં આ જગ્યાને લઈને એટલો બધો ખૌફ છે કે અનેક ફિલ્મ કલાકાર તો અહીં પગ મૂકતા પણ કાંપે છે. તેમને એ વાતનો સતત ડર રહે છે કે ક્યાંક ભૂત તેમને કોઈ નુકસાન ન પહોંચાડે. 


મુકેશ મિલ્સ વર્ષ 1852માં બની હતી. આ જગ્યા લગભગ 10 એકરમાં ફેલાયેલી છે. એક સમય હતો કે જ્યારે અહીં મોટા પાયે કપડાંનું ઉત્પાદન થતું હતું. અચાનક વર્ષ 1970માં આ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે મિલ આગમાં હોમાઈ ગઈ. જો કે બે વર્ષ  બાદ આ મિલ ફરીથી શરૂ થઈ કેટલાક વર્ષો  બાદ ફરીથી આગ લાગી અને ભસ્મ થઈ. મિલની અંદર એવી કોઈ જગ્યા ન રહી જે આગની ઝપેટમાં ન આવી હોય. તેનો ખૂણે ખૂણો આગમાં હોમાઈ ગયો. 


ત્યારથી લઈને અત્યાર સુધી આ મુકેશ મિલ ખંડેર બનેલી છે. વર્ષ 1984 બાદ આ જગ્યા હોન્ટેડ ફિલ્મોના શુટિંગ માટે ભાડે અપાય છે. આ ડરામણી જગ્યા દક્ષિણ મુંબઈના એન એ સાવંત રોડ પર આવેલી છે. તેની આસપાસનો માહોલ ખુબ શાંત રહે છે. આ કારણે આ મિલની આજુબાજુ પણ કોઈ ફરકવાનું પસંદ  કરતું નથી. 


મુકેશ મિલ્સમાં શુટિંગ કરી ચૂકેલા યુવા દિગ્દર્શક રેન્સિલ ડિસિલ્વા કહે છે કે આ મિલની અંદર એક ચીમની છે. અહીં એક પીપળાનું ઝાડ છે જેના વિશે કહેવાય છે કે ત્યાં ભૂતપ્રેતનો વાસ છે. મુકેશ મિલ્સને લઈને અનેક દાવા પણ થાય છે. તેમાં કેટલી હકીકત છે તે તો કોઈ જાણતું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube