નવી દિલ્હીઃ કોરોના કાળમાં ગામડાઓનું મહત્વ વધી રહ્યો છે. ગામડું એટલે કુદરતી સૌંદર્યથી તરબોળ સ્થળ. પરંતુ કેટલાક એવા ગામ હોય છે જે પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે. જેથી તે બાકીના ગામડાઓ કરતા અલગ પડે છે. ભારતમાં આવા અનેક અજાયબીઓ છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. ભારતમાં આવા 12 ગામો છે જે જમીનથી 3 હજાર મીટર નીચે વસેલા છે. અહીં એટલા બધા ઘટાદાર વૃક્ષો છે કે સૂર્યના કિરણો પણ ભાગ્યે જ ત્યાં સુધી પહોંચી શકે છે. તો આવો જાણીએ પાતાળમાં વસેલા આ ગામોની ખાસ વિશેષતાઓ વિશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક કથાઓ મુજબ આ તે જ સ્થાન છે જ્યાં માતા સીતા (Goddess Sita) પૃથ્વીમાં સમાઈ ગયા હતા. જો કે કેટલાક લોકો એવું પણ માને છે કે જ્યારે રાક્ષસ અહિરાવણે ભગવાન શ્રી રામ(Lord Sri Ram) અને ભગવાન લક્ષ્મણ(Lord Laxman)ને પાતાળમાં લઈ ગયા હતા. ત્યારે ભગવાન હનુમાન તેમને બચાવવા અહીંથી આવ્યા હતા.


ઔષધિઓનો ખજાનો છે પાતાલકોટ-
તમને જણાવી દઈએ કે આ 12 ગામો જ્યાં વસે છે તેનું નામ પાતાલકોટ(Patalkot) છે. પાતાલકોટ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું છે. પાતાલકોટ સાતપુરાની ટેકરીઓમાં આવેલું છે. પાતાલકોટમાં ઔષધિઓનો ભંડાર છે. અહીં ભૂરિયા જાતિના લોકો રહે છે. અહીંના મોટાભાગના લોકો ઝૂંપડીઓમાં રહે છે.


બહારની દુનિયા સાથે નથી કોઈ સંપર્ક-
પાતાલકોટના આ 12 ગામમાં રહેતા લોકોનો બહારની દુનિયા સાથે બહુ સંપર્ક નથી. તેઓ મોટાભાગની ખાણી-પીણીની વસ્તુઓ તેમના ગામમાં જ ઉગાડે છે. એવું કહેવાય છે કે તેઓ ગામની બહાર માત્ર મીઠું ખરીદવા જ આવે છે. અગાઉ આ ગામો બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા હતા. તાજેતરમાં પલટકોટના કેટલાક ગામોને રોડ માર્ગે જોડવાનું કામ પૂર્ણ થયું છે.


3 હજાર ફૂટ નીચે વસેલા છે ગામ-
દિવસે તીવ્ર સૂર્યપ્રકાશ હોવા છતા પાતાલકોટના ગામડાઓમાં સાંજ જેવું વાતાવરણ લાગે છે. અહીં સીધો સૂર્યપ્રકાશ નથી પહોંચતો. તેના પાછળ મુખ્ય કારણ છે પાતાલકોટની વિશેષતા. પાતાલકોટના ગામો જમીનની સપાટીથી લગભગ 3 હજાર ફૂટ નીચે આવેલા છે. જો કે થોડા વર્ષો પહેલા જ લોકો ખીણના ઊંડા ભાગમાંથી બહાર આવીને પહાડીના ઉપરના ભાગમાં સ્થાયી થયા હતા.


પાતલકોટ સુધી નથી પહોંચ્યો કોરોના-
એક તરફ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, તો બીજી તરફ કોરોના પાતાલકોટના લોકોને સ્પર્શી પણ શક્યો નથી. અહીં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. આ કદાચ એટલા માટે થયું છે કારણ કે અહીં રહેતા લોકોનો બહારની દુનિયા સાથે ઓછો સંપર્ક છે.