ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં આજે પણ એવી ઘણી વસ્તુઓ છે જે રહસ્ય બનેલી છે. જેનો ખુલાસો આજ દીન સુધી નથી લગાવી શકાયો. વૈજ્ઞાનિકો પણ આ વિશેના રહસ્યને નથી ઉકેલી શક્યા. આજે અમે તમને આ લેખના માધ્યમથી ભારતના એક એવા રહસ્યમય કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેની ઊંડાઈની જાણ આજદિન સુધી વૈજ્ઞાનિકો પણ નથી લગાવી શક્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ રહસ્યમય કુંડનું નામ ભીમ કુંડ છે. જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના 70 કિલોમીટર દૂર બાજના ગામમાં આવેલ છે. આ કુંડનું મહત્વ મહાભારતના સમય સાથે જોડાયેલુ છે.


ભીમ કુંડને લઈ એક વાત પ્રચલિત છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસ પર હતા અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા દરમિયાન તેમને ખૂબ જ તરસ લાગી. ઘણી જગ્યાએ શોધ્યુ છતા પાણી ન મળ્યું. છેવટે ભીમે પોતાની ગદા જમીન પર મારી. જેના કારણે મોટો કુંડ બની ગયો. કુંડમાંથી પાણી નીકળ્યુ અને પાંડવોએ પોતાની તરસ છીપાવી. કહેવાય છે કે, 40થી 80 મીટર પહોળો આ કુંડ દેખાવમાં બિલકુલ ગદા જેવો લાગે છે.


ભીમ કુંડ દેખાવમાં બિલકુલ સાધારણ કુંડ જેવો લાગે છે. પરંતુ તેની ખાસિયત તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ કુંડ વિશે કહેવામાં આવે છે કે, એશિયાઈ મહાદ્વિપમાં જ્યારે કોઈ પ્રાકૃતિક આપદા (પૂર, વાવાઝોડુ, સુનામી) ઘટના થવાની હોય છે, ત્યારે કુંડમાં પાણીનું સ્તર આપોઆપ વધી જાય છે. આ તમામ વસ્તુઓ આજે પણ વિશેષજ્ઞો માટે એક રિસર્ચનો વિષય છે.


તમને જણાવી દઈએ કે, ભીમ કુંડ વિશે કહેવામાં આવે છે કે, આ રહસ્યમય કુંડની ઊંડાઈ શોધવા માટે સ્થાનીક પ્રશાસનથી લઈને વિદેશી વૈજ્ઞાનિકો અને ડિસ્કવરી ચેનલની ટીમ પણ રિસર્ચ કરી ચૂકી છે. પરંતુ તમામને માત્ર નિરાશા જ મળી છે. એકવાર વિદેશી વૈજ્ઞાનિકોએ કુંડની ઊંડાઈની શોધવા માટે 200 મીટર ઊંડે પાણીમાં કેમેરો મોકલ્યો હતો. તો પણ ઊંડાઈની શોધ કરી શક્યા નહીં.


ભીમ કુંડ અંગે એમ પણ કહેવામાં આવે છે કે, કુંડનું પાણી ગંગાની જેમ પવિત્ર છે. આ પાણી ક્યારેય પ્રદુષિત નથી થતુ. સામાન્ય રીતે એક જગ્યા પર રોકાયેલુ પાણી ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. આ તો થઈ ભીમ કુંડની વાત. આ સિવાય પણ ભારતમાં એવા ઘણા રહસ્યો છે, જે અનેક વર્ષો વીતવા છતાં પણ વણઉકેલાયેલા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube