ખૂબ જ રહસ્યમયી છે બિહારનું આ પ્રસિદ્ધ મંદિર, જાણો શું છે તેની પાછળની કહાની
નવી દિલ્લીઃ ભારત દેવી-દેવતાઓની ધરતી છે. અહીં ઘણા પ્રાચીન અને ચમત્કારીક મંદિર આવેલા છે. દેશમાં અલગ-અલગ દેવી દેવતાઓના મંદિર જોવા મળે છે. આ મંદિર પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ભારતમાં હજારો વર્ષો જૂના મંદિરો પણ આવેલા છે. જેના રહસ્યો પરથી વિજ્ઞાન પણ પડદો નથી હટાવી શક્યું. તો ચાલો જાણીએ આવા જ એક પ્રાચીન મંદિર વિશે જે પોતાના રહસ્યોના કારણે પ્રસિદ્ધ છે.
આ રહસ્યમયી મંદિર બિહારના સીતામઢીમાં આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરને રાણી મંદિર ( સ્વર્ણ મંદિર)ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સાથે ઘણા કિસ્સા-કહાનીઓ જોડાયેલી છે. આખરે શું છે આ મંદિર પાછળનો રાઝ? આ મંદિરની બનાવટ ખૂબ જ અદ્ભૂત છે. તેના થાંભલાઓ પર આકર્ષક નક્શી કરવામાં આવેલી છે જે મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જણાવવામાં આવે છે કે, આ સુંદર મંદિરનું નિર્માણ કરનાર કારીગરોના હાથ કાપી નાંખવામાં આવ્યા હતા, પરંતુ આ વાતના કોઈ પુરાવા નથી. આ મંદિરના ઘણા રહસ્ય છે, જેમાંનું એક રહસ્ય ઈંટની અંદર રહેલી ગુફા છે. રાત્રીના સમયે અંધારામાંથી રોશની દેખાય છે અને ઝાંઝરનો અવાજ સંભળાય છે. જાણવા મળ્યુ છે કે, આ અવાજ 2 કિલોમીટર સુધી પણ ચોખ્ખી સંભળાય છે. સ્થાનિકો જણાવે છે કે આ અવાજ રાણી રાજ વંશી કુંવરના ઝાંઝરનો છે. આ મંદિરનું નિર્માણ અંદાજે દોઢ એકર જમીનમાં કરવામાં આવ્યું છે અને તેની બનાવટ આગરાના તાજમહેલ સાથે મળતી આવે છે. કહેવામાં આવે છે કે, રાણી રાજવંશી કુંવરના મંદિરને બનાવનાર 4 કારીગરોના હાથ કાપી દેવામાં આવ્યા હતા. આવુ એટલા માટે કરવામાં આવ્યું કે, આ પ્રકારનું મંદિર અન્ય કોઈ બનાવી ન શકે. હાથ કાપી નાંખ્યા બાદ મજૂરોના પરિવારની સારસંભાળ આખી જીંદગી રાણીએ કરી હતી. મંદિરની પાછળની દિવાલો પર તેનું નિર્માણ કરનાર મજૂરોની પ્રતિમા બનાવવામાં આવી છે. જે આ વાતનો પુરાવો છે. આ મંદિરમાંથી સોનાના મુકુટ અને સોનાનાં આભૂષણોની ચોરી થઈ ગઈ. એવુ પણ કહેવામાં આવે છે કે, મંદિર પર કેટલાક દબંગખોરોએ કબ્જો જમાવી લીધો હતો. કહેવામાં આવે છે કે, મંદિરના તહેખાનામાં અખૂટ ખજાનો છે. પરંતુ તહેખાનાની અંદર જઈને બહાર આવવુ અશક્ય છે. તહેખાનામાં ઝેરી સાપનો વાસ છે, જે લોકોને પોતાનો શિકાર બનાવે છે. નેપાળથી પ્રકાશિત થયેલી પુસ્તકમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ મંદિર સાથે જોડાયેલા રહસ્યો પરથી આજદીન સુધી કોઈ પડદો ઉઠાવી નથી શક્યું.