ઇમ્ફાલઃ એન બીરેન સિંહે આજે મણિપુરના મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનિયતાના શપત અપાવ્યા છે. આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બીરેન સિંહ બીજીવાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે. આ પહેલાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને કિરણ રિજિજૂએ પાર્ટી તરફથી રાજ્યપાલને એક પત્ર સોંપ્યો જેમાં કહેવામાં આવ્યું કે એન બીરેન સિંહને સર્વસંમત્તિથી 32 ધારાસભ્યોની સાથે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. સિંહને રવિવારે ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 


મણિપુરમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 સીટ જીતી સત્તામાં વાપસી કરી છે. ભાજપે 2017ની ચૂંટણીમાં માત્ર 21 સીટ મેળવી હતી, પરંતુ તે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવામાં સફળ રહી હતી, જેનાથી પાર્ટીના સભ્યોની સંખ્યા 28 થઈ ગઈ અને બીરેન સિંહ મણિપુરમાં પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube