નવી દિલ્હીઃ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નદવ લાપિદની ટિપ્પણી બાદ મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. ઇઝરાયલ પહેલા જ લાપિદની ટિપ્પણીને લઈને માફી માંગુ ચુક્યુ છે. હવે ઇઝરાયલી રાજદૂતે ખુદ ફિલ્મના અભિનેતા અનુપમ ખેરને બોલાવીને માફી માંગી છે. ભારતમાં ઇઝરાયલના મહાવાણિજ્ય દૂત કોબી શોશનીએ ધ કાશ્મીર ફાઇલ્સ પર ફિલ્મકાર નદવ લાપિદની ટિપ્પણીઓથી અંતર બનાવતા મંગળવારે કહ્યું કે આ ફિલ્મ પર વાદ-વિવાદથી ભારત અને ઇઝરાયલની વચ્ચે સંબંધ મજબૂત થશે. 


શોશનીએ અહીં એક સંવાદદાતા સંમેલનમાં અભિનેતા અનુપમ ખેરની સાથે મંચ પર કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ દુષ્પ્રચાર નથી પરંતુ એક મજબૂત ફિલ્મ છે, જે કાશ્મીરી લોકોની પીડાને દેખાડે છે. તેમણે પત્રકારોને કહ્યું- સવારે સૌથી પહેલા મેં મારા મિત્ર અનુપમ ખેરની માફી માંગવા માટે તેમને બોલાવ્યા. અમે એવા ભાષણ માટે માફી માંગી છે જે કોઈ બીજાનું અંગત મંતવ્ય છે. લાપિદની ટિપ્પણીને ઇઝરાયલ સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ લેવાદેવા નથી. તેમણે સોમવારે સાંજે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે તેમનો આ ફિલ્મ પર લાપિદથી અલગ મત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube