તેલ અવીવ: ઈઝરાયેલે એકવાર ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારત સાથે તેમના સંબંધ ખુબ ખાસ છે. ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટનું કહેવું છે કે જ્યારે પણ ભારત અને ઈઝરાયેલ એક સાથે આવે છે ત્યારે કમાલની ચીજો થાય છે. તેમણે જલદી ભારત પ્રવાસે આવવાની આશા પણ વ્યક્ત કરી. નફ્તાલીએ કહ્યું કે થોડા દિવસ પહેલા હું મારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો અને અમે ચર્ચા કરી કે અમે ઈઝરાયેલ-ભારતના સંબંધોને આગામી સ્તર પર કેવી રીતે લઈ જઈ શકીએ. અમે ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ કરીને અમારી ખાસ પાર્ટનરશીપને ઈનોવેશનના પાવરહાઉસમાં બદલી શકીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદભૂત લોકો અદભૂત ચીજો કરે છે
ઈઝરાયેલના પીએમ નફ્તાલી બેનેટે પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે ટેક્નોલોજીમાં ફક્ત જીવન બદલવાની ક્ષમતા નથી પરંતુ જીવન બચાવવાની પણ ક્ષમતા છે. જો બંને દેશ મળીને કામ કરે અને દિમાગ લગાવે તો અનંત અવસર છે. તેમણે વધુમાં કહ્યું કે અદભૂત લોકો અદભૂત ચીજો કરી શકે છે. ભારત દુનિયાના સૌથી મોટા દેશો, સૌથી મોટી ઈકોનોમીમાંથી એક છે અને ડિજિટલ ક્ષેત્રમાં પણ અગ્રણી છે. જ્યારે ઈઝરાયેલ દુનિયાના ટોપ ઈનોવેટર દેશોમાંથી એક છે. આવામાં ભારત અને ઈઝરાયેલ જ્યારે પણ એક સાથે આવે તો કમાલની ચીજો થાય છે. 


Wierd News: ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈએ પાકિસ્તાનના વિઝા, એમ જ પહોંચી ગયા તો જેલમાં જવાનો વારો આવશે


હાલમાં જ થઈ હતી પીએમ મોદી સાથે મુલાકાત
હાલમાં જ COP26 જળવાયુ શિખર સંમેલનમાં નફ્તાલી બેનેટ અને પીએમ મોદીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બેનેટે પીએમ મોદીને કહ્યું હતું કે તમે ઈઝરાયેલમાં ખુબ લોકપ્રિય છો, તમે મારી પાર્ટી જોઈન કરી લો. આ મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો તો જે વાયરલ થયો હતો. નોંધનીય છે કે ઈઝરાયેલની સત્તા સંભાળ્યા બાદથી જ નફ્તાલી બેનેટે સંકેત આપ્યા હતા કે ભારત સાથે સંબંધોને વધુ મજબૂત કરાશે. 


Netanyahu સાથે પણ હતી સારી મિત્રતા
ઈઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળમાં પણ બંને દેશો ખુબ નજીક આવ્યા હતા. બેન્જામિન અને પીએમ મોદીની મિત્રતા પણ ખુબ ચર્ચામાં રહી હતી. જો કે ભ્રષ્ટાચારના આરોપ અને સહયોગીઓને આપેલા વચનો ન નીભાવવાની સ્થિતિમાં બેન્જામિને સત્તામાંથી બહાર થવું પડ્યું. ઈઝરાયેલના રાજકારણમાં આવેલા આ બદલાવ બાદ ભારત સાથે તેના સંબંધોને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવતા હતા. આશંકાઓ પણ હતી કે નફ્તાલી બેનેટ એક અલગ લાઈન પકડી શકે છે પરંતુ એવું બન્યું નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube