નાગપુર: કોરોનાની માર સહન કરી રહેલા નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. ઘટનામાં દાઝી જતાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગપુરના વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલના આઇસીયૂમાં આગ લાગી છે. આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. અકસ્માતમાં 1 મહિલા સહિત 3 લોકોના મોત થયા છે. 

Reality Check: સિવિલમાં સારવાર લેતાં ડરે છે કોરોનાના દર્દીઓ, ઘરે સારવાર લેવા બન્યા મજબૂર


ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત પર જણાવ્યું કે લગભગ 27 લોકોને અહીંથી નિકાળી બીજી હોસ્પિટલોમાં શિફ્ટ કરાવવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે કંઇ કહી ન શકાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube