નવી દિલ્હી: નગરોટા (Nagrota)માં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર ભારત (India)એ કડક વલણ અપનાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક બાદ શનિવારે ભારતને પાકિસ્તાન (Pakistan)ના દૂતાવાસ પ્રભારીને બોલાવ્યા અને આતંકી ઘટના પર કડક વિરોધ વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતને ભેટેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાનમાં બનેલા ફોન મળ્યા
તમને જણાવી દઇએ કે ગત વર્ષે પુલવામા એટે ક બાદ બંને દેશોમાં હાઇ કમિશન તૈનાત નથી. એવામાં બંને દેશોના દૂતાવાસ પ્રભારી એંબેસીનું કામ સંભાળી રહ્યા છે. નગરોટા એટેક (Nagrota attack)માં મૃત્યું પામેલા ચારેય આતંકવાદી પાસેથી પાકિસ્તાનની કંપનીએ બનાવેલા મોબાઇલ મળી આવ્યા છે. આ સાથે જ મળી આવેલા ઘણા બીજા સામાન પરથી આ હુમલામાં પાકિસ્તાન અને જૈશ એ મોહમંદ (Jaish-e-Mohammed)નું કાવતરું સામે આવ્યું છે. 


પાકિસ્તાનના દૂતાવાસ પ્રભારી સામે વ્યક્ત કર્યો વિરોધ
પીએમ નરેન્દ્ર મોદીની શુક્રવારે સાંજે દેશની સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથે બેઠક બાદ વિદેશ મંત્રાલયએ શનિવારે સવારે પાકિસ્તાનના દૂતાવાસ પ્રભારને બોલાવ્યા અને તેમને નગરોટા હુમલામાં પાકિસ્તાની મિલીભગત પર કડક વિરોધ વ્યક્ત કર્યો. આ અવસર પર પ્રભારીને એક પ્રોટેસ્ટ નોટ પણ સોંપી હતી. જેમાં જૈશ એ મોહંમદ તરફથી કરવામાં આવેલા નગરોટા હુમલા પર ઉડી ચિંતા વ્યક્ત કરવામાં આવી. 


પોતાની સુરક્ષા માટે તમામ ઉપાય કરશે ભારત
પ્રોટેસ્ટ નોટમાં ભાતે કડક રીતે પાકિસ્તાનને કહ્યું કે તે આતંકવાદીઓને સમર્થન કરવાનું બંધ કરે અને પોતાની જમીન પર ચાલી રહેલા આતંકવાદીઓના અડ્ડાને ધ્વસ્ત કરે. ભારતે ચેતાવણી આપી છે કે તે પોતાની જમીનની સુરક્ષા કરવા માટે તમામ ઉપાયને અપનાવવા માટે દ્વઢ અને નિશ્વિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube