મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકની ઘટના ઘટી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. એવું કહેવાય છે કે લોકોને આંખોમાં બળતરા અને ગળામાં ખારાશની સમસ્યા થઈ રહી છે. અનેક લોકોએ શ્વાસ રૂંધાવવાની પણ ફરિયાદ કરી છે. આ બધા વચ્ચે અધિકારીઓએ  લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ધૂમાડો ફેલાવવાથી શહેરની વિઝિબિલિટી ઓછી  થઈ ગઈ છે. મામલાની તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમિકલ કંપનીમાં ગેસ ગળતર
અંબરનાથ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે તેમને મોડી રાતે ગેસ લીકની જાણકારી મળી. ત્યારબાદ રાહત કાર્ય માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. એવું કહેવાય છે કે ગેસ લીકના કારણે રસ્તાઓ પર અંધારા જેવું થઈ ગયું. લોકો નાક અને મોઢું ઢાંકીને નીકળી રહ્યા છે. વાતાવરણ ધૂંધળું થઈ ગયું છે. 


નૈનીતાલમાં પણ ગેસ લીક
ઉત્તરાખંડના નૈનીતાલથી પણ ગેસ ગળતરનો મામલો સામે આવ્યો છે. જેના પગલે અનેક લોકોની તબિયત બગડી અને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે નૈનીતાલના સૂખાતાલ જળ સંસ્થાન પંપ હાઉસમાં રાખેલા સિલિન્ડરથી ક્લોરીન ગેસ લીક થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો. ગેસ લીક એટલો બધો ભયાનક હતો કે ગણતરીની મિનિટોમાં આજુબાજુમાં રહેતા લોકોની તબીયત ખરાબ થવા લાગી, લોકોને ઉલ્ટી અને ચક્કર આવવા લાગ્યા અને બેહોશ થવા લાગ્યા. અધિકારીઓને સૂચના મળતા જ પ્રશાસન હરકતમાં આવ્યું. પોલીસ, પ્રશાસન, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. 


હોસ્પિટલમાં દાખલ
મળતી માહિતી મુજબ સુખાતાલ વિસ્તારમાં જળ સંસ્થાનના પંપ હાઉસમાં દિવસના સમયથી જ ગેસ લીકેજ હોવાની વાતો લોકો કહેતા હતા. સાંજે ગેસ વધુ  લીક થવાથી વિસ્તારમાં ગેસની વાસ ફેલાવવા લાગી. ત્યારબાદ હડકંપ મચી ગયો. ક્લોરીન ગેસની ઝપેટમાં આવવાથી અનેક લોકોની તબિયત પણ બગડી. જેમને નૈનીતાલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


100 લોકોને સુરક્ષિત કાઢ્યા
હાલાત એટલી ખરાબ થઈ કે ઘટનાસ્થળે પહોંચેલી એડીએની ટીમે જળ સંસ્થાનમાં ફસાયેલા 100 લોકોને સુરક્ષિત બહાર કાઢીને બીજા સુરક્ષિત વિસ્તારોમાં શિફ્ટ કર્યા છે. 


પાણી ફિલ્ટર કરવા માટે રાખ્યું હતું સિલિન્ડર
નૈનીતાલ જળ સંસ્થાન અધિશાસી અભિયંતા રમેશ ગર્બ્યાલે કહ્યું કે સિલિન્ડર લીક થવાથી કોઈ મોટું જોખમ નથી. સિલિન્ડર લીક થા બાદ આજુબાજુ રહેતા લોકોને ત્યાંથી હટાવી દેવાયા હતા. પાણીને ફિલ્ટર કરવા માટે પંપ હાઉસમાં સિલિન્ડર રાખવામાં આવ્યું હતું. હાલ સિલિન્ડર લીક થવાનું કારણ જાણવા મળ્યું નથી. તપાસ ચાલુ છે.