નવી દિલ્હી : ભારતનાં 73માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. બેંજામિન નેતન્યાહૂએ ટ્વીટ દ્વારા ભારત અને ઇઝરાયેલની મિત્રતાનો ઉલ્લેખ પણ કર્યો છે. આ ટ્વીટની સૌથી ખાસ વાત છે કે, બેંજામિન નેતન્યાહૂએ આ ટ્વીટ હિંદીમાં કર્યું છે. તેમણે લખ્યું કે, તમામ ભારતવાસીઓને ઇઝરાયેલની તરફથી સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. બેંજામિન નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયેલ અને ભારતની મિત્રતા હવે વધારે મજબુત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફનું પદ, કારગિલ યુદ્ધ બાદ ઉઠી હતી માંગ


સ્વતંત્રતા દિવસ: વડાપ્રધાન મોદીએ 47 વખત નાગરિક શબ્દનો ઉપયોગ કર્યો
આ માત્ર સહયોગની દ્રષ્ટીએ જ નહી, પરંતુ આ અનેક કારણોથી. ભારત અને ઇઝરાયેલની મિત્રતા ખુબ જ સ્વાભાવિક છે. ટ્વીટમાં બેંજામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદી અને તમામ ભારતીયોને આઝાદીની શુભકામનાઓ આપતા નમસ્તે કહ્યું થે. 23 સેંકડનાં વીડિયોમાં બેજામિન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદી અને ભારતીયોને સંબોધિત કરતા આઝાદીની શુભકામનાઓ આપી છે. ત્યાર બાદ ઇઝરાયેલ અને ભારતની વચ્ચે સંબંધો અંગે વાત કરી છે. બાકીનો વીડિયોમાં બેંજામિન નેતન્યાહૂએ પોતાનાં તથા વડાપ્રધાન મોદીની મુલાકાતની તસ્વીરોને સ્થાન આપ્યું છે.


PAK પર નોર્ધન કમાન્ડનાં GoCએ કહ્યું, કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે આતંકવાદી
કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે
આ અગાઉ બેંજામિન નેતન્યાહૂએ પોતાનાં દેશમાં થનારી લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદી અને પોતાની તસ્વીરની હોર્ડિંગ ઇમારતો પર પ્રચાર કરવા માટે લગાવાયું હતું. બેંજામિન નેતન્યાહૂ હાલમાં ઇઝરાયેલમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. આ અગાઉઆ કીર્તિમાન દેશના સંસ્થાપક રહેલા ડેવિડ બેન ગુરિયનનાં નામ હતા. ઇઝરાયલેને અસ્તિત્વમાં આવેલા 25,981 દિવસ થયા છે, જેમાંથી આજ સુધીનાં પોતાનાં કાર્યકાળમાં નેતન્યાહૂ 4873 દિવસ સુધી દેશના વડાપ્રધાન પદ પર યથાવત્ત છે.