નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગલવારે એક નવો આદેશ આપતા જણાવ્યું છે કે, બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બનેલા લોકોનાં નામ જાહેર ન કરવા જોઈએ અથવા તો તેનો ખુલાસો ન કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ મદન બી. લોકૂરની અધ્યક્ષતાવાળી બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, "ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ બળાત્કાર અને જાતીય સતામમીનો ભોગ બનેલા લોકોનાં નામ જાહેર ન કરવા જોઈએ, 'ઈશારો થાય એવી રીતે પણ નહીં'."


સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, બળાત્કાર અને જાતિય સતામણીના કેસમાં કરવામાં આવતી FIR કે જેમાં સગીર વય સાથે થતા બળાત્કારનો પણ સમાવેશ થાય છે, તેને પોલીસે જાહેર ન કરવી જોઈએ.


આજે સાંજ સુધીમાં થઈ શકે છે RBIના નવા ગવર્નરના નામની જાહેરાત, જૂઓ કોણ છે સ્પર્ધામાં...


દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, "એ આપણી 'કમનસીબી' છે કે, આપણા સમાજમાં બળાત્કારના ભોગ બનેલા લોકો સાથે 'અસ્પૃશ્ય' જેવું વર્તન કરવામાં આવે છે."


સમાજમાં બળાત્કાર કે જાતીય સતામણીનો ભોગ બનેલા લોકોને સન્માન મળે અને તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર ન કરવામાં આવે એ બાબતનું ધ્યાન રાખવા તરફ સર્વોચ્ચ અદાલતે ઈશારો કર્યો છે.