મૈસુરઃ તળાવના ખોદકામમાં નિકળી ભગવાન શિવના વાહન નંદીની પ્રાચીન પ્રતિમાઓ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ સમાચાર અનુસાર ભગવાન શિવની સવારી નંદી બળદની બે પ્રતિમાઓ મળી આવી છે, જેને સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી બહાર કાઢી હતી
મૈસુરઃ કર્ણાટકના મૈસુરની નજીક એક સુકાઈ ગયેલા તળાવમાં ભગવાન શિવની સવારી નંદી બળદની બે પ્રાચિન પ્રતિમાઓ મળી આવી છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૈસુરથી લગભગ 20 કિમી દૂર અરાસિનાકેરે ગામનું એક તળાવ સુકાઈ ગયું હતું. જેને ઊંડૂં કરવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન આ સદીઓ જૂની પ્રતિમાઓ મળી આવી છે.
સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે તેના અનુસાર, અરાસિનાકેરેના વડીલો આ તળાવમાં નંદીની પ્રતિમાઓ હોવાની વાતો હંમેશાં કરતા હતા. આ વર્ષે તળાવ સુકાઈ જવાના કારણે સ્થાનિક લોકોએ ઊંડૂં ખોદકામ કરીને વડીલોની વાતોનું સત્ય જાણવા પ્રયાસ કર્યો હતો.