‘રાહુલ ગાંધી એવું મશીન લાવશે જેમાં પુરૂષ નાખશો તો સ્ત્રી નીકળશે’: નંદકુમાર ચૌહાણ
ખંડવા લોકસભા વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી કઇપણ કરી શકે છે.
નવી દિલ્હી: ખંડવા લોકસભા વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને લઇ વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી કઇપણ કરી શકે છે. તેઓ હવે એવું મશીન લાવવાના છે જેમાં એક તરફથી પુરૂષને નાખસો તો બીજી તરફથી (બાઇ) સ્ત્રી નીકળશે. હકિકતમાં, નંદકુમાર સિંહ ચૌહાણે મોડી સાંજે ખંડવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંબોધન કરી રહ્યાં હતા. એવામાં જ્યારે મીડિયાએ આ વિશે વાત કરી ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીના કેટલાક વાયરલ વીડિયો જોયા હતા, તેમાંથી તેમણે આ અનુમાન લગાવ્યું છે.
વધુમાં વાંચો: શ્રીલંકા બ્લાસ્ટ: જેડીએસના બે નેતાઓએ પણ જીવ ગુમાવ્યો, સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું
જણાવી દઇએ કે, નંદકુમાર સિંહ ચૌહાણ ખંડવા લોકસભાથી પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે અને સાતમી વખત ચૂંટણી લડી રહ્યાં છે. નંદકુમાર સિંહ ચૌહાણના વિવાદોથી જૂના સંબંધ છે. એવામાં ફરી એક વખત તેમણે તેમના અંદાજમાં રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી, જેના કારણે તેઓ ફરી વિવાદોમાં ઘેરાયા છે. નંદકુમાર ચૌહાણે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધી બટાકાથી સોનું બનાવવાનું મશીન તૈયાર કરી શકે છે તો પુરૂષથી સ્ત્રી બનાવવાનું મશીન પણ લાવી શકે છે. એવામાં તેમણે અનુમાન લગાવ્યું અને કાર્યકર્તાઓને જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
તેમણે કાર્યકર્તાઓથી રમૂજી અંદાજમાં આ વાત કરી અને ફરી કાર્યકર્તાઓએ કહ્યું કે તમને કેવા પ્રધાનમંત્રી જોઇએ તે તમારે નક્કી કરવાનું છે. તેમના સંબોધનમાં તેમણે વધુમાં કહ્યું કે, ‘જે જમીન પર આદિવાસી ખેતી કરે છે, તેના પર કોંગ્રેસ સરકાર ખેડૂતોના પેટ પર લાત મારી રહી છે. જો કેન્દ્રમાં ફરી મોદી સરકાર બને છે તો કોઇ પણ આદિવાસીને તેમની જમીનથી દૂર કરવામાં આવશે નહીં. જે જ્યાં વસવાય કરે છે, ત્યાં જ રહેશે. હું તમારો ચોકીદાર બનીને ઉભા રહીશ.
વધુમાં વાંચો: ભાજપ અધ્યક્ષ અમિત શાહનો 'બાટલા હાઉસ એન્કાઉન્ટર' મામલે કોંગ્રેસ પર પ્રહાર
જણાવી દઇએ કે ખંડવા લોકસભા માટે સાતમા તબક્કામાં 19 મેના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. ખંડવામાં નંદકુમાર ચૌહાણનો મુકાબલો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરૂણ યાદવથી છે. આ ત્રીજી વખત હશે જ્યારે બંને ઉમેદવારો આમને-સામને હશે.