BJP 44th Foundation Day: આજે ભારતીય જનતા પાર્ટી (BJP)નો 44મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપ મુખ્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી હવે પીએમ નરેન્દ્ર મોદી બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. ભાજપ વિશ્વાસનો પર્યાય છે. ભાજપ એટલે દરેકનો વિશ્વાસ. અમે સબકા સાથ, સબકા વિકાસના નારા પર ચાલી રહ્યા છીએ. દેશના બંધારણ પ્રત્યે અમારું સમર્પણ છે. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજીએ આખો પર્વત ઉપાડ્યો હતો. આ પ્રેરણાથી ભાજપ પણ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યું છે અને કરતું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

​આ પણ વાંચો: Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
​આ પણ વાંચો: હનુમાન જયંતિ પર આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન, પરેશાનીઓ થશે દૂર અને અપાર ધન થશે પ્રાપ્ત
​આ પણ વાંચો: રાશિફળ 06 એપ્રિલ: આ રાશિના જાતકોને થશે લાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ


ભાજપના સ્થાપના દિવસ પર પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે બધા આપણી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હું ભારત માતાની સેવામાં સમર્પિત ભાજપના દરેક કાર્યકર્તાને અભિનંદન આપું છું. ભારત આજે હનુમાનજીની શક્તિની જેમ પોતાની ક્ષમતાનો અહેસાસ કરી રહ્યું છે. ભાજપને ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રેરણા ભગવાન હનુમાન પાસેથી મળે છે. જો આપણે ભગવાન હનુમાનના સમગ્ર જીવન પર નજર કરીએ તો, તેમની પાસે 'કરી શકી છીએ' વલણ હતું, જેણે તેમને તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી. ભાજપ ભારત માટે દિવસ-રાત કામ કરી રહી છે અને અમારી પાર્ટી 'મા ભારતી', બંધારણ અને રાષ્ટ્રને સમર્પિત છે.


​આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો


ભગવાન બજરંગ બલી ને નમન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે પણ હનુમાનજીનું જીવન અને તેમના જીવનની મુખ્ય ઘટનાઓ આપણને પુરૂષાર્થ માટે પ્રેરિત કરે છે. હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે સ્વંય પરથી તેમનો સંદેહ સમાપ્ત થઇ જાય છે. 2014 પહેલા ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી પરંતુ આજે ભારતને બજરંગબલીજી જેવી પોતાની અંદર છુપાયેલી શક્તિઓનો અહેસાસ થયો છે. હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે સ્વયં પરથી તેમનો સંદેહ સમાપ્ત થઇ જાય છે.


અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પાર્ટીએ કચ્છથી પૂર્વોત્તર અને કાશ્મીરથી કેરળ સુધી પોતાની છાપ છોડી છે. અમારા કાર્યકરોએ પાર્ટીની સ્થાપના કરી છે. આજે પાર્ટી 1 લાખ 80 હજાર શક્તિ કેન્દ્રો પર કામ કરી રહી છે. 8 લાખ 40 હજાર બૂથ પર ભાજપના બૂથ પ્રમુખ હાજર છે.


​આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
​આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ 
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube