ડાલ્ટનગંજ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિધાનસભા ઈલેક્શનમાં પ્રચાર કરવા ઝારખંડના ડાલ્ટનગંજ પહોંચ્યા છે. ડાલ્ટનગંજમાં પીએમ મોદીએ હુંકાર ભરી. પીએમએ અહીંથી બીજેપીના ઉમેદવારો માટે વોટ માંગ્યા અને રધુવર સરકારના જોરદાર વખાણ કર્યા હતા. પીએમ મોદીએ ત્રણ દિવસ પહેલા લાતેહારમાં નક્સલી હુમલામાં શહીદ પોલીસ કર્મચારીઓની પણ યાદ કર્યાં. તેઓના પરિવારવાળાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. 


તત્વપ્રિયાએ એફિડેવિટ કરીને કહ્યું, અમે સેફ છીએ, અમારું અપહરણ નથી થયું...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજેપીનો મજબૂત કિલ્લો છે પલામૂ
તેમણે સાથે જ કહ્યું કે, પલામૂ બીજેપી માટે હંમેશાથી એક મજબૂત કિલ્લો રહ્યો છે. જો સમગ્ર ભારતમાં કમળ શાનથી ખીલ્યું છે, તો તેની મહત્વની ભૂમિકા અહીંની જનતા જર્નાનદ છે. અહીંના બીજેપી કાર્યકર્તા અને તમારા સૌના આર્શીવાદથી થયું છે. હું આજની નહિ, 80ના દાયકાની વાત કરી રહ્યો છું. જ્યારે બીજેપીનો જનાધાર એટલો વ્યાપક ન હતો, ત્યારે કોંગ્રેસ અમારી મજાક ઉડાવતી હતી, ત્યારે આ ક્ષેત્રમાં બીજેપી મજબૂત હતી.


નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે 


તેમણે કહ્યું કે, બીજેપીએ ઝારખંડને સ્થિર સરકાર આપી છે. ભાજપે ઝારખંડમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે દિવસરાત કામ કર્યું છે. અહીંનો જનજાતીય સમુદાય, દલિત, વંચિત, વેપારી દરેક વર્ગ કમળના નિશાનની સાથે ઉભુ રહ્યું છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, બીજેપીની આગેવાનીમાં એક સ્થિર અને મજબૂત સરકાર ફરીથી અહી બનાવવી જરૂરી છે. કેમ કે, ઝારખંડ યુવાવસ્થામાં છે, હાલ રાજ્યને દિશા મળશે. તેનાથી ઝારખંડના ભવિષ્ય પર અસર પડશે. 


નક્સવાદ પર કહ્યું કે...
નક્સલવાદ મુદ્દે તેમણે વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે, ઝારખંડમાં નક્સલવાદની આ સમસ્યા એટલા માટે બેકાબૂ બની હતી, કારણ કે અહીં રાજનીતિક અસ્થિરતા હતી. અહીં સરકાર પાછલા દરવાજાથી બનતી હતી અને બગડતી હતી. કેમ કે, તેમના મૂળમાં સ્વાર્થ અને કરપ્શન રહેતું હતું. આ સ્વાર્થી લોકોમાં ઝારખંડની સેવા કરવાની કોઈ ભાવનાન ન હતી. આ સ્વાર્થી લોકોના ગઠબંધનનો એકમાત્ર એજન્ડા સત્તાભોગ અને ઝારખંડના સંશાધનોનો દુરુપયોગ હતો. 


સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં કમરતોડ વધારો, આ આંકડો તમારા ખિસ્સાને કરશે અસર 


વિરોધીઓ પર નિશાન તાક્યું...
પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, ઝારખંડમાં અસ્થિરતાનો લાભ એવા લોકો ઉઠાવે છે જેમની દુકાન હિંસા પર ચાલે છે. અહીં ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. આ સ્થિતિને બદલવામાં કેન્દ્ર અને ઝારખંડની બીજેપી સરકારે સારી એવી સફળતા મેળવી છે. બીજેપી સરકારના ઈમાનદાર પ્રયાસોથી જ આજે ઝારખંડમાં ગામેગામ રસ્તા અને વીજળી પહોંચી છે. બદલતી પરિસ્થિતિમાં અહી હવે રોજગારીના નવા સાધન તૈયાર થઈ રહ્યાં છે. વિરોધીઓ પર નિશાન સાધતા તેમણે પીએમ મોદીને કહ્યું કે, અહીં જે બોક્સાઈટ નીકળે છે, તેનો મોટાભાગો હિસ્સો અહીંના જ વિકાસ કામમાં લાગ્યો છે. તેની શરૂઆત પણ સૌથી પહેલા બીજેપી સરકારે કરી છે. વિરોધીઓ હતાશામાં કંઈ પણ કહે, પરંતુ તમારુ જળ, જમીન અને જંગલની સુરભા અને તમારા હિતો પર બીજેપી કોઈ આંચ આવવા નહિ દે. 


પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બીજેપીએ જે પણ વાયદા કર્યાં તે પૂરા કર્યાં છે, એક પછી એક જમીન પર ઉતાર્યા છે. બીજી તરફ, કોંગ્રેસ અને તેમના સાથીઓ માત્ર રેવડીઓ વહેંચવા જ માંગે છે. તેમની પાસે સમસ્યાઓ છે, તો અમારી પાસે સમાધાન છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube