વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-દુનિયામાં સૌથી સારો આર્થિક વિકાસ અને ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોમાં મજબૂત માટે યોગદાન આપવા બદલ નવાજવામાં આવ્યા છે. તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સિયોલ શાંતિ પુરસ્કાર 2018થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીની આર્થિક નીતિઓને મોદીનોમિક્સના રૂપમાં ઓળખવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ કોરિયા તરફથી આપવામાં આવેલ આ પુસ્સકારના પ્રશસ્ત્તિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા, માનવ વિકાસની દિશામાં પ્રગતિ અને ભારતમાં લોકતંત્રને મજબૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર 14મી શખ્સિયત છે. 



આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સિયોલ શાંતિ પુરસ્કાર કમિટીએ 2018 સિયોલ શાંતિ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય સહયોગ, વૈશ્વિક આર્થિક વિકાસ, દુનિયામાં સૌથી તેજીથી વધતી અર્થવ્યવસ્થાના માધ્યમથી ભારતના લોકોના વિકાસમાં ગતિ, ભ્રષ્ટાચારની વિરુદ્ધ અભિયાન અને સામાજિક એકીકરણના પ્રયાસોના માધ્યમથી ભારતના લોકતંત્રને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપવા માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 


પીએમ નરેન્દ્ર મોદીએ આ એવોર્ડ માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, કોરિયા ગણરાજ્યની સાથે ભારતના સંબંધ મજબૂત થઈ રહ્યાં છે. વિદેશ મંત્રાલયના મુજબ, બંને પક્ષોના સમયને ધ્યાનમાં રાખતા સિયોલ શાંતિ પુરસ્કાર ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 



આ સંબંધમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, આ 130 કરોડ ભારતીય માટે બહુ જ પ્રસન્નતા અને ગૌરવનો વિષય છે કે, પીએમ નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. મને આ વાતથી ખુશી થાય છે કે, અવોર્ડ કમિટીએ મોદીનોમિક્સનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં તેનો પાયો સમાજમાં તમામ તબક્કોમાં સમાનતા અને સશક્તિકરણની ભાવનાથી પ્રેરિત છે. આ સાથે જ વડાપ્રધાન મોદીની સાહસિક અને નવોન્મુખી વિદેશી નીતિ જેમાં એક્ટ ઈસ્ટ પોલિસી પણ સામેલ છે, તેના પણ વખાણ કરવામાં આવ્યા છે. 


સિયોલ શાંતિ પુરસ્કાર શું છે
આ પુરસ્કારની સ્થાપના 1990માં કરાઈ હતી. આ દરમિયાન સિયોલમાં 24માં ઓલિમ્પિક રમતોનું સફલતાપૂર્વક આયોજન કરાયું હતું. આ આયોજનમાં 160 દેશોએ ભાગ લઈને ભાઈચારો અને શાંતિનો સંદેશ દુનિયામાં ફેલાવ્યો હતો. તે ભાવના અંતર્ગત આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.