Union Cabinet Reshuffle: બુધવારે સાંજે મોદી કેબિનેટનો વિસ્તાર, આ નેતા બનશે મંત્રી!
સૂત્રો પ્રમાણે નવી કેબિનેટમાં 25થી વધુ ઓબીસી મંત્રી હશે જ્યારે એસસી/એસટીમાંથી 10-10 મંત્રી સામેલ થશે. પૂર્વ મુખ્યમંત્રીઓ અને પૂર્વ મંત્રીઓને પણ કેબિનેટમાં તક મળી શકે છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનો પ્રથમ વિસ્તાર કાલ એટલે કે બુધવારે સાંજે 6 કલાકે થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ કેબિનેટ વિસ્તારમાં OBC નું સૌથી વધુ પ્રતિનિધિત્વ હશે. પીએમ મોદીની નવી કેબિનેટમાં 25થી વધુ OBC મિનિસ્ટર હશે. તેમાં SC અને ST ના 10-10 મંત્રીઓ હોવાની સંભાવના છે. નવું મંત્રીમંડળ એ રીતે બનાવવામાં આવશે જેમાં દરેક રાજ્યને પ્રતિનિધિત્વની તક મળશે.
જાણકારો પ્રમાણે આ મંત્રીમંડળના વિસ્તારબાદ તે ભારતના ઈતિહાસનું સૌથી યુવા મંત્રીમંડળ બની જશે. જાણવા મળી રહ્યું છે કે આ વખતે યુવા ચહેરાના પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. જેના કારણે મંત્રીમંડળની એવરેજ ઉંમર ઘટી જશે. તેમાં દરેક પ્રકારના ભણેલા-ગણેલા લોકોને સામેલ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં મહિલાઓની ભાગીદારી પણ વધવાની શક્યતા છે.
પ્રોફેશનલ્સને મળશે તક
સૂત્રોનું કહેવું છે કે મંત્રીમંડળમાં પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ સાંસદોને સામેલ કરવામાં આવી રહ્યાં છે. મોટા રાજ્યોને વધુ ભાગીદારી આપવામાં આવશે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારને ભાગીદારી આપવામાં આવી શકે છે.
ઉત્તર પ્રદેશના આ ચહેરાને મળી શકે છે જગ્યા
રાજકીય નિષ્ણાંતો પ્રમાણે અપના દળ (એસ) ના અનુપ્રિયા પટેલને મંત્રી બનાવવામાં આવી શકે છે. અનુપ્રિયા પટેલ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતી. હકીકતમાં ભાજપની નજર કુર્મી વોટ બેંક પર છે અને અનુપ્રિયાનો પ્રભાવ પૂર્વી યૂપી અને બુલેંદખંડમાં કુર્મી વોટ બેંક પર સારો છે. મહત્વનું છે કે અનુપ્રિયા પટેલ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી સાંસદ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે. આ સિવાય કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે.
કેબિનેટ વિસ્તારનું એક મોટુ કારણ તે પણ છે કે મોદી સરકારમાં ઘણા એવા મંત્રી છે, જેની પાસે વધુ મંત્રાલયનો કાર્યભાર છે. પીયૂષ ગોયલ, હરદીપ પુરી આવા મંત્રીઓ છે. તેવામાં નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરી અન્ય મંત્રીઓનો કાર્યભાર ઓછો કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube