મહાબલીપુરમના બીચ પર ફેલાયેલો હતો પ્લાસ્ટિકનો કચરો, PM મોદીએ જાતે કરી સફાઈ, જુઓ VIDEO
સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું અને પોતે જાતે તે પ્લાસ્ટિકના કચરાને ઉઠાવીને બીચની સફાઈ કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને દેશભરમાં ચલાવવામાં આવેલી તેમની મુહિમને આગળ ધપાવી.
નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત (India) પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત અને બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહાબલીપુરમ(મમલ્લાપુરમ)માં છે. વહેલી સવારે તેઓ મહાબલીપુરમના બીચ પર પહોંચ્યા હતાં. અહીં સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું અને પોતે જાતે તે પ્લાસ્ટિકના કચરાને ઉઠાવીને બીચની સફાઈ કરી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને દેશભરમાં ચલાવવામાં આવેલી તેમની મુહિમને આગળ ધપાવી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...