નવી દિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માટે અગ્નિ પરીક્ષા સ્વરૂપે સ્વરૂપે જોવાઇ રહ્યું હતું. મંગળવારે સવારે જ્યારે મતગણતરી ચાલુ થઇ ત્યારે પરિણામો મુદ્દે આ વાતનો સંશય યથાવત્ત હતો કે શું ભાજપ માટે ઝટકો સાબિત થશે કે નહી ? શું પાર્ટી હિંદી પટ્ટીમાં પોતાની જીતનો સિલસિલો યથાવત્ત રાખી શકશે કે પછી કેટલાક એક્ઝીટ પોલને ખોટા સાબિત કરીને સરકાર બનાવશે? 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ તમામ પ્રકારના તણાવ વચ્ચે વડાપ્રધાન ચૂંટણી મુદ્દે થઇ રહેલા હોબાળા પર કોઇ ધ્યાન નહોતું આપ્યું અને તેઓ પોતાનાં નિયમિત કાર્ય અને કાર્યક્રમો યથાવત્ત રાખીને કામ કરતા રહ્યા તેમણે પોતાનાં ભાષણ તૈયાર કર્યા જે તેમને બુધવારે સ્વાસ્થય સંમ્મેલનમાં આપવાનું હતું. તેઓ શીતકાલીન સત્રનાં પહેલા દિવસ સંસદ પહોંચ્યા. વડાપ્રધાનના એક નજીકના સુત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન માટે મંગળવારનો દિવસ અન્ય દિવસોની જેમ જ વ્યસ્ત કાર્ય દિવસ રહ્યો હતો. 


MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

વડાપ્રધાન 10.30 વાગ્યે સંસદ પહોંચ્યા અને તેમણે મીડિયા સાથેના સંવાદમાં લોકો સાથે જોડાયેલા વિષયો પર સ્વસ્થ ચર્ચા કરી હતી. તેમણે લોકસભાની કાર્યવાહીમાં ભાગ લીધો જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારને શ્રદ્ધાંજલી અપાયા બાદ આખા દિવસ માટે સ્થગીત કરી દેવામાં આવી. 

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, બપોરે વડાપ્રધાને ઉત્તરપ્રદેશનાં વિકાસકાર્યોની સમીક્ષા કરી. ત્યાર બાદ તેમણે મહત્વપુર્ણ બેઠકોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાનમોદી 16 ડિસેમ્બરે રાયબરેલી અને પ્રયાગરાજમાં વિકાસ યોજનાનો શુભારંભ કરશે. સાંજ સુધીમાં તે સ્પષ્ટ થઇ ગયું હતું કે ભાજપ ત્રણ હિંદીભાષા રાજ્યોમાં હારી ચુક્યું છે. અધિકારીઓનાં અનુસાર મોદીએ મોડી સાંજ સુધી પોતાનાં ભાષણને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. જે તેમને બુધવારે સવારે પાર્ટનર્સ ફોરમ ફોર મેટરનલ, ન્યૂબોર્ન એન્ડ ચાઇલ્ડ હેલ્થમાં આપવાનું હતું. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

મહત્વનાં રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પરાજયનાં બીજા દિવસે બુધવારે વહેલી સવારે વડાપ્રધાને પોતાનાં દિવસની શરૂઆત કરી અને તેમણે 9 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સ્વાસ્થય ફોરમમાં ભાગ લીધો. ત્યાર બાદ તેઓ સીધા સંસદ પહોંચ્યા. અધિકારીઓએ કહ્યું કે, સંસદીય વિષયો અંગે પાર્ટીના વરિષ્ઠ સભ્યોની સાથે પારંપારિક બેઠક બાદ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના કલ્યાણ અને પુણે વિકાસ કાર્યોની પ્રગતી અંગે સમીક્ષા કરી હતી. 


છત્તીસગઢ LIVE: આજે રાહુલ દરબારમાં છત્તીસગઢનું કોકડુ ઉકેલવામાં આવશે...

18 ડિસેમ્બરે આ સ્થળો પર જશે અને યોજનાનો શુભારંભ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે 14 ડિસેમ્બરે કેરળ અને અન્ય 15 ડિસેમ્બરે તમિલનાડુમાં મતદાન કેન્દ્ર સ્તરનાં કાર્યકર્તાઓની સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરવાની યોજનાને પણ અંતિમ સ્વરૂપ આપ્યું.