ઉના : હિમાચલપ્રદેશની મુલાકાતે ગયેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉનામાં એક રેલીમાં પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી મુદ્દે પરિવારવાદ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે એક રેલીમાં કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકારની રચના થઇ તો મોદીજીએ પોતાનાં વચનો પુરા કરવા માટે એખ વર્ષની અંદર વન રેંક વન પેંશન (OROP)ની માંગ પુર્ણ કરી. મોદીજી આપણા જવાનોને OROP પણ આપ્યું. જ્યારે કોંગ્રેસે તેના બદલે ઓનલી રાહુલ ઓનલી પ્રિયંકા (OROP) જ આપ્યું છે. 

આ સાથે જ અમિત શાહે ટુકડે - ટુકડે ગેંગ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી જેએનયુમાં દેશદ્રોહી નારાઓ લગાવનારાઓની પીઠ થપથપાવે છે. રાહુલ બાબા મારા નેતાને જેટલી પણ ગાળો આપો, કાન ખોલીને સાંભળી લેજો, જો ભારત માંના ટુકડા કરવાની વાત કરશો તો સરકાર કોઇને નહી છોડે. આવા લોકોનું સ્થાન માત્ર અને માત્ર જેલનાં સળીયા પાછળ જ છે.