નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પર અનેક રાજકીય પક્ષો દુષ્પ્રચાર કરી રહ્યા છે પણ આ સાથે જ એક 17  વર્ષ જુના દુષ્પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે. બુધવારે ગુજરાતના નાણાવટી-મહેતા પંચે 2002ના ગુજરાત રમખાણો (2002 Gujarat Riots)ના મામલામાં તત્કાલિન ગુજરાત સરકારને ક્લિનચીટ આપી દીધી છે. પંચનું માનવું છે કે રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ તેમના ત્રણ મંત્રીઓ અશોક ભટ્ટ, ભરત બારોટ તેમજ હરેન પંડ્યાનો કોઈ રોલ નહોતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકતા સંશોધન બિલ : મનમાં ઉઠી રહેલા સળગતા 5 સવાલનો જવાબ સાવ સરળ શબ્દોમાં 


આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે પણ ક્લિન ચીટ મેળવવા માટે તેમણે પણ કાયદાકીય પ્રક્રિયાની રાહ જોવી પડી હતી અને 17 વર્ષ રાહ જોવી પડી હતી. વડાપ્રધાન બન્યા પછી પણ પીએમ મોદીએ આ પંચ સામે નિવેદન આપ્યું હતું. 11 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભામાં જસ્ટિસ જીટી નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતા કમિશનનો અઢી હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.


આ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ વિધાનસભાને જણાવ્યું છે કે રિપોર્ટમાં વડાપ્રધાન પર લાગેલા તમામ આરોપ ફગાવી દેવામાં આવ્યા છે. આ કમિશનનું ગઠન 2002માં ગુજરાતના રમખાણો પછી કરવામાં આવ્યો હતું અને હવે એનો રિપોર્ટ આખા દેશ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં મહત્વની વાત તો એ છે કે ગુજરાત રમખાણ મામલે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર અનેક ગંભીર આરોપ લગાવનાર ત્રણ અધિકારીઓ આરબી શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકાના પુરાવા પણ મળ્યા છે. 


CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ


શું હતા આરોપ?
1. આ મામલામાં વડાપ્રધાન મોદી પર સૌથી પહેલો આરોપ છે કે તેમણે ગોધરા પછી ગુજરાતમાં મુસ્લિમો પર થયેલી હિંસાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કમિશને આ આરોપને ખોટો ગણાવીને કહ્યું છે કે આ રમખાણમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કોઈ હાથ નહોતો. 
2. બીજો આરોપ હતો કે રમખાણો વખતે અમદાવાદમાં સેનાની મદદ લેવામાં તત્કાલીન સરકારે ઇરાદાપૂર્વક વિલંબ કર્યો હતો. જોકે કમિશને આ આરોપને પણ ખોટ ગણાવીને કહ્યું હતું કે સરકારે ઓછામાં ઓછા સમયમાં રાજ્ય સરકારે સેનાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. 
3. ત્રીજો આરોપ હતો કે નરેન્દ્ર મોદી પુરાવા નષ્ટ કરવા માટે સાબરમતી એક્સપ્રેસનો એસ-6 કોચ જોવા ગયા હતા પણ તપાસ પંચે જણાવ્યું છે કે આ એક સત્તાવાર મુલાકાત હતી અને એનો હેતુ પુરાવાનો નાશ કરવાનો નહોતો. 
4. વડાપ્રધાન મોદી પર ચોથા આરોપના આધારમાં તત્કાલીન ડીજીપી R.B Shrikumar (આર.બી. શ્રી કુમાર)નો આરોપ હતો. તત્કાલીન ડીજીપીએ આરોપ મુક્યો હતો કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક અધિકારીઓને મૌખિક ગેરકાનૂની આદેશ આપ્યા હતા. જોકે આ વાતનો કઈ મજબૂત પુરાવો નથી મળ્યો. 


કમિશને માન્યું છે કે ગોધરા કાંડ પછી થયેલી હિંસાના કારણે હિંદુ અને મુસ્લિમ સમુદાયના કેટલાક વર્ગમાં એકબીજા પ્રત્યે નફરત હતી. કમિશનના આ રિપોર્ટનો આધાર 44445 સોગંધનામા છે. આમાં 488 સરકારી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓના સોગંધનામાનો સમાવેશ થાય છે. બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો ક્યાંક કોમી તોફાનોમાં સામેલ હોવાનો પણ ઉલ્લેખ નાણાવટી તપાસ પંચ દ્વારા કરાયો છે.


ભાજપના કાર્યકરો પણ સામેલ હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. જોકે ભાજપના કાર્યકરો પોલીસને મદદરૂપ થતા હોવાની વાત પણ કરવામાં આવી છે. નાણાવટી પંચનો પાર્ટ-2 રિપોર્ટના 9 વોલ્યુમ છે. તેમાં 2500થી વધુ પાના છે. 44445 જેટલી એફિડેવિટનો સાર છે. 18 હજાર જેટલી એફિડેવિટ જુદી રાહત અન્ય વસ્તુઓની છે. 488 સરકારી અધિકારીઓના સોગંધનામા બાદ આ રિપોર્ટ અપાયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube