સરકારે જાહેર કર્યું, આખરે કેવી રીતે થઇ હતી રાફેલ ડીલ અને કયા નિયમોનું કરવામાં આવ્યું હતું પાલન
દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી અને ભારતીય દળે ફ્રાંસીસી પક્ષ સાથે વાતચીત કરી.
નવી દિલ્હી: કેંદ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, ફ્રાંસથી 36 રાફેલ વિમાનોની ખરીદી સંબંધમાં કરવામાં આવેલા નિર્ણય અંગેના વિવરણવાળા દસ્તાવેજ અરજીકર્તાને સોંપ્યા. દસ્તાવેજો અનુસાર રાફેલ વિમાનોની ખરીદીમાં રક્ષા ખરીદ પ્રક્રિયા-2013માં નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
સાથે જ દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી અને ભારતીય દળે ફ્રાંસીસી પક્ષ સાથે વાતચીત કરી.
આ ઉપરાંત દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું કે ફ્રાંસીસી પક્ષની સાથે વાતચીત લગભગ એક વર્ષ સુધી ચાલી અને કરાર પર સહી કરતાં પહેલાં મંત્રીમંડળની સુરક્ષા મામલાની સમિતિની મંજૂરી લેવામાં આવી.
જોકે, ગત 31 ઓક્ટોબરના રોજ સર્વોચ્ચ કોર્ટે કેંદ્ર સરકાર પહેલાં રાફેલ લડાકૂ વિમાન સોદા પર વધુ જાણકારી માંગી હતી, જેમાં વિમાનોની કિંમત પણ સામેલ છે. અર્ટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું હતું કે વિમાનોની કિંમતનો ખુલાસો કરવો કદાચ શક્ય નથી, જેના પર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઇની પીઠ કેંદ્રને કહ્યું કે તે કિંમતોનો ખુલાસો કરવામાં આવી રહેલી સમસ્યાનો ઉલ્લેખ સોગંધનામામાં કરે.
પીઠે એ પણ નિર્દેશ કર્યો કે સરકારે જે જાણકારી કોર્ટને સમક્ષ આપી છે, તે જાણકારી અરજીકર્તાની સાથે પણ શેર કરવામાં આવે. પીથે કહ્યું કે રક્ષા સોદા માટે ભારતીય ઓફસેટ ભાગીદારીની ચૂંટણી પ્રક્રિયામાં પણ જ્યાં સુધી શક્ય હોય તે જાણકારી અરજીકર્તા અને જનતા સાથે શેર કરવી જોઇએ.
વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટની દેખરેખમાં સીબીઆઇ તપાસ પર ભાર મુકવામાં આવે, જેના પર ગોગાઇએ તેમને સીબીઆઇમાં હાલ ઉથલ-પાથલની તરફ ઇશારો કરતાં વ્યવસ્થા કરવા માટે કહ્યું.
(ઇનપુટ એજન્સીમાંથી)