નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના સમકક્ષ શિંજો આબે સાથે વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપન પહોંચ્યા હતા. વડાપ્રધાને ટોક્યો પહોંચ્યા બાદ ભારતીય સમુદાયનાં લોકો સાથે મુલાકાત યોજી. આ દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદીનાં પગ પકડવાની મનાઇ કરતા રહ્યા. તેમણે પોતાના સાંસદો અને ધારાસભ્યોને પણ આ બાબતે ભલામણ કરેલી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતાઓ દ્વારા ચાપલુસીના કલ્ચર પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણના માધ્યમથી ઘણી વખત ભાજપ નેતાઓને સલાહ આપી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા દેશનાં ઘણા રાજનીતિક પરિવારોમાં ચરણ સ્પર્શની અને ચાપલુસીની પરંપરા છે. વડાપ્રધાન મોદી બે દિવસીય યાત્રા પર જાપાન પહોંચ્યા છે. આ વાર્ષિક શિખર સમ્મેલન 28 અને 29 ઓક્ટોબરના રોજ આયોજીત કરવામાં આવશે. તે અગાઉ જાપાન રવાના થતા પહેલા શુક્રવારે એક નિવેદનમાં મોદીએ ભારત અને જાપાનને વિજયી યુગ્મ ગણાવ્યા અને કહ્યું કે દ્વીપીય દેશ આર્થિક અને ટેક્નીકલ આધુનિકીકરણ માટે ભારતનો સર્વાધિક મુલ્ય સહયોગી છે. 

જાપાનની સાથે આપણુ વિશેષ સામરિક અને વૈશ્વિક ભાગીદાર છે. જાપાનની સાથે આપણા આર્થિક, સામરિક સહયોગમાં હાલના વર્ષોમાં સંપુર્ણ રીતે પરિવર્તન આવ્યું છે. આજે અમારો સહયોગ ઘણો ઉંડો અને ઉદ્દેશ્યપુર્ણ છે. ભારત અને જાપાન વચ્ચે સહયોગ ભારતની ઇક્ટ ઇસ્ટ નીતિ અને મુક્ત, ખુલે તથા સમાવેશી હિન્દ પ્રશાંત ક્ષેત્રના પ્રતિ બંન્ને દેશોએ સંયુક્ત પ્રતિબદ્ધતાના મજબુત સ્તંભો પર આધારિત છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર 2014માં તેમની વડાપ્રધાન સ્વરૂપે પહેલી જાપાન યાત્રા બાદ વડાપ્રધાન શિંજો આબેની સાથે તે 12મી બેઠક હશે. 

મોદીએ કહ્યું કે, આપણી વચ્ચે તે પુરક ભાવ જ ભારત અને જાપાનને વિજયી યુગ્મ બનાવે છે. જાપાન આજના સમયમાં ભારતના આર્થિક અને ટેક્નોલોજીકલ આધુનિકરણમાં સૌથી વિશ્વસનીય સહયોગી છે. તેમણે કહ્યું કે, મુંબઇ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવી યોજનાઓ બંન્ને દેશોની વચ્ચે ઉચ્ચ સ્તરીય મજબુત આર્થિક સહયોગ પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું કે, જાપાન અમારા દેશમાં સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય પહલોમાં આગળ વધીને સહયોગ કરી રહ્યા છે. જાપાની રોકાણકારોનું ભારતના આર્થિક ભવિષ્યમાં ભરોસો યથાવત્ત છે. 



વડાપ્રધાને કહ્યું કે, ભારત વિશ્વ સ્તર પર જાપાનનાં નવોન્મેષ, ટેક્નોલોજી અને સારી રીતભાતને મહત્વ આપે છે. આ યાત્રા દરમિયાન તેમને રોબોટીક્સ ક્ષેત્રમાં જાપાનની ઉચ્ચ ક્ષમતાઓને જોવાની તક મળશે. તેમણે જણાવ્યું કે તેમને વડાપ્રધાન શિંજો આબે અને બંન્ને દેશોનાં ઉદ્યોગપતિઓ, નેતાઓ અને ઉદ્યોગ ગૃહો સાથે વાતચીત કરવાની તક મળશે અને ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કરશે. 

મોદીએ જણાવ્યું કે, આ ચર્ચાઓથી વ્યાપાર, રોકાણની સાથે જ સ્વાસ્થય સેવા, ડિજિટલ ટેક્નોલોજી, કૃષી, ખાદ્ય સંસ્કરણ વગેરે જેવા નવા ક્ષેત્રોમાં સહયોગ કરવાની તક મળશે. આબેએ પોતાનાં હોલીડે હોમ ભવ્ય યામાનાશી ભવનમાં 28 ઓક્ટોબરે મોદીના સન્માનમાં અંગત ડિનરનું આયોજન કર્યું છે. સંભવત આ કોઇ વિદેશી નેતાની પહેલીવાર મેજબાની હશે.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને મોદીની રવાનગી અંગે માહીતી આપી હતી.