નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર 'ભારત તેરે ટુકડે હોંગે'ને સમર્થન આપવાનો આરોપ લગાવ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે દેશના સૌથી જૂના પક્ષ પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમો એપ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા વડા પ્રદાન મોદીએ જણાવ્યું કે, 'ભાજપ ખુશીઓ વહેંચે છે, જ્યારે કોંગ્રેસ લોકોમાં ભાગલા પડાવે છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, જે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે ત્યાં કોંગ્રેસ લોકોને અંદરો-અંદર ઝઘડા કરાવાનો પ્રયાસ કરી શકે છે.'


વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, "હમ સુખ બાંટનેવાલે હૈં, વો(કોંગ્રેસ) સમાજ બાંટનેવાલે હેં. પાંચ રાજ્યોં મેં ચૂંનાવ હૈ, છોટી-છોટી ચીઝોં મેં તનાવ પૈદા કરના, એક કો દુસરે સે લડવાએંગે."


વડા પ્રધાને વધુમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ભાગલા અંગે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તેમણે એક જ ભાષા બોલતા લોકોને એકબીજાના દુશ્મન બનાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ત્રણ રાજ્યોનાં લોકોને વિશ્વાસમાં લઈને તેમના ભાગલા પાડ્યા હતા, જ્યારે કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં લોકોને એક-બીજાના દુશ્મન બનાવી દીધા છે. 


પરપ્રાંતીયો પર હિંસાઃ ચારે તરફથી ઘેરાયેલા અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત


વડા પ્રધાને વિરોધ પક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે, "મહાગઠબંધન એક નિષ્ફળ વિચાર છે. આ બધા જ વિરોધ પક્ષો તકવાદી છે અને જ્યાં સરકારની તક દેખાય છે ત્યાં તેઓ હાથ મિલાવી લે છે. જેવી રીતે તેમણે કર્ણાટકમાં સરકાર રચવા માટે તકનો લાભ લીધો હતો, એવી જ રીતે તેઓ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ પ્રયાસ કરી રહ્યા છે."


ઉલ્લેખનીય છે કે, હવે પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે મોદીએ આ નવો પ્રહાર કર્યો છે.