વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી પંચને સોંપેલા હલફનામામાં જણાવ્યું કે, તેમની પાસે ગુજરાતના ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડ રૂપિયાની એફડી અને 38,750 રોકડા સહિત 2.5 કરોડ રૂપિયાની સંપત્તી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી વારાણસી લોકસભાથી ચૂંટણી લડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવી રહ્યો હતો રાહુલનું પોસ્ટર, કોંગ્રેસ નેતાએ ભગાડ્યો

હલફનામાનાં અનુસાર વડાપ્રધાન મોદીએ જશોદાબેનને પોતાની પત્ની ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પાસે 1983માં ગુજરાત યુનિવર્સિટીની એમએની ડિગ્રી છે. વડાપ્રધાન મોદીએ પોતાના શપથ પત્રમાં જણાવ્યું કે, તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીથી કલામાં સ્નાતક કક્ષાનો કોર્સ કર્યો છે અને 1967માં ગુજરાત બોર્ડથી એસએસસીની પરીક્ષા પાસ કરી. 
ટ્વીંકલ પર PMની ટીપ્પણી બાદ આ પાર્ટીમાં જોડાઇ શકે છે, કહ્યું હિસ્સો બનવાનું પસંદ કરીશ

વડાપ્રધાન મોદી પાસે છે ચાર વીંટી
વડાપ્રધાન મોદી પાસે સોનાની ચાર અગુઠીઓ છે, જેનું વજન 45 ગ્રામ છે. તેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. વડાપ્રધાને હલફનામામાં સંપત્તીની માહિતી આપી છે જે ઉમેદવારી પત્ર સમયે સોંપવામાં આવે છે. વડાપ્રધાન મોદી પાસે ગાંધીનગરના સેક્ટર 1માં 3531 વર્ગફુટ પ્લોટ છે. શપથપત્ર અનુસાર આ સંપત્તીનું સરેરાશ મુલ્ય જેમાં ભુખંડ પર એક એકમનો સમાવેશ થાય છે, 1.1 કરોડ રૂપિયા છે. 


VIDEO: PM મોદીએ કહ્યું જો હું પણ ભુલ કરું તો મારા ઘરે પણ દરોડા પડવા જોઇએ

વડાપ્રધાન મોદીએ સરકાર પાસેથી વેતન અને બેંક પાસેથી વ્યાજને જ પોતાની આવકનો સ્ત્રોત ગણાવ્યો છે, જ્યારે તેમની પત્ની આવકનાં સ્ત્રો અંગે હલફનામામાં ખબર નથી તેવો ઉલ્લેખ કરાયો છે. તેમની પત્નીના વ્યવસાય અંગે પણ માહિતી નહી હોવાનું જણાવાયું છે. 


સાધ્વી જેવા રાષ્ટ્રવાદી સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો: બાબા રામદેવ

વડાપ્રધાન વિરુદ્ધ એક પણ કેસ નહી
વડાપ્રધાન મોદીનાં હલફનામામાં જણાવાયું છે કે, તેમની વિરુદ્ધ કોઇ જ ગુનાહિત કેસ નથી ચાલી રહ્યો કે ન તો કોઇ સરકારી રકમ બાકી છે. સતત બીજી વખત વારાણસી લોકસભા ખાતેથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાને 2014માં કુલ 1.65 કરોડ રૂપિયાની સંપત્તી જાહેર કરી હતી.