મન કી બાત: દીવાળી પર દીકરીઓના સન્માનમાં #BharatKiLaxmi કેમ્પેઈન ચલાવો- પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના બીજા કાર્યકાળમાં ચોથીવાર માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના બીજા કાર્યકાળમાં ચોથીવાર માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને નવરાત્રના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી. પીએમ મોદી એક દિવસ પહેલા જ 28મી સપ્ટેમ્બરે અમેરિકાના સાત દિવસના પ્રવાસ બાદ દેશ પાછા ફર્યા છે. મોદીએ આ અવસરે કહ્યું કે પુત્રીઓના સન્માન માટે આ દીવાળીએ દેશભરમાં સન્માન અભિયાન ચલાવવામાં આવે. સેલ્ફી વીથ ડોટરની જેમ ભારતકી લક્ષ્મી (BharatkiLaxmi) અભિયાન ચલાવવામાં આવે.
પીએમ મોદીએ કહ્યું કે આજની મન કી બાતમાં દેશના મહાન શખ્સીયતની વાત કરીશ. લતાદીદી 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષના થયા. આપણને બધાને હિન્દુસ્તાનવાસીઓને તેમના પ્રત્યે ખુબ સન્માન અને લગાવ છે. તેઓ ઉમરમાં આપણાથી ઘણા મોટા છે. આપણે તેમને લતાદીદી કહી શકીએ છીએ. પીએમ મોદીએ કોલ પર કહ્યું કે લતાદીદી તમને જન્મદીવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તમારું સ્વાસ્થ્ય સારું રહે અને તમારા આશીર્વાદ અમારા બધા પર રહે. બસ એ જ પ્રાર્થના અને તમને પ્રણામ કરવા માટે મેં અમેરિકા જતા પહેલા જ તમને ફોન કર્યો.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણ બધા નવરાત્રિ મહોત્સવ, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દીવાળી, ભાઈબીજ, છઠપૂજા, અનેક તહેવારો ઉજવીશું. તમને બધાને આવનારા તહેવારો માટે ખુબ શુભેચ્છાઓ. વડાપ્રધાને આગળ કહ્યું કે નવરાત્રિની સાથે જ આજથી તહેવારોનો માહોલ એકવાર ફરીથી નવી ઉમંગ, નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો સંકલ્પથી ભરાઈ જશે.
ફેસ્ટીવલ સિઝન છે ને...આગળ અનેક અઠવાડિયા સુધી દેશભરમાં તહેવારોની રોનક રહેશે. તહેવારોમાં ઘરમાં ખુશીઓ છવાશે, પરંતુ તમે જોયું હશે કે આપણી આજુબાજુ અનેક એવા લોકો છે જે આ તહેવારોમાં ખુશીઓથી વંછિત રહી જાય છે અને તેને કહે છે કે દીવા હેઠળ અંધારું. આ કહેવાત એક શબ્દ નથી, આપણા લોકો માટે એક આદેશ છે, એક દર્શન છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે તહેવારોનો અસલ આનંદ ત્યારે જ આવે છે જ્યારે આ અંધેરું દૂર થાય, ઉજાસ ફેલાય. જ્યાં ખુશીઓનો અભાવ છે ત્યાં આપણે ખુશીઓ વહેંચીએ તે આપણો સ્વભાવ બને. ઓછામાં ઓછું આપણા ઘરોમાં જે વસ્તુઓ વધુ પ્રમાણમાં હોય તેને બીજા જરૂરિયાતવાળાઓને વહેંચી દેવી જોઈએ.
ઘરોમાં મીઠાઈ ખરાબ થઈ રહી છે
પીએમ મોદીએ કહ્યું કે એકબાજુ કેટલાક ઘરો જ્યાં રોશનીથી ઝગમગ થાય છે ત્યાં બીજી બાજુ તેની જ સામે કેટલાક લોકોના ઘરોમાં અંધેરું છવાયેલું રહે છે. કેટલાક ઘરોમાં મીઠાઈ ખરાબ થઈ રહી છે તો કેટલાક ઘરોમાં બાળકો મીઠાઈ માટે તરસે છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તહેવારોની સીઝનમાં પૂરી જાગરૂકતા અને સંકલ્પની સાથે આ દીવા હેઠળ અંધારાને દૂર કરી શકીએ? અનેક ગરીબ પરિવારોના ચહેરા પર મુસ્કાન, તહેવારો પર તમારી ખુશીઓને બેવડી કરી દેશે અને તમારી દીવાળી વધુ ઝગમગ થશે.
દીકરીઓના સન્માનમાં કાર્યક્રમ
પીએમ મોદીએ કહ્યું કે દીવાળીમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ સ્વરૂપે લક્ષ્મીનું ઘરે ઘરે આગમન થાય છે. આપણી સંસ્કૃતિમાં દીકરીઓને લક્ષ્મી માનવામાં આવી છે. કારણ કે દીકરીઓ સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. શું આ વખતે આપણે સમાજ, ગામ, શહેરોમાં દીકરીઓના સન્માનમાં કાર્યક્રમ રાખી શકીએ? આપણા વચ્ચે અનેક એવી દીકરીઓ હશે જે પોતાની મહેનત અને લગનથી, ટેલેન્ટથી પરિવાર સમાજ અને દેશનું નામ રોશન કરી રહી હશે. શું આ દીવાળીએ ભારતની આ લક્ષ્મીના સન્માનમાં કાર્યક્રમ આપણે કરી શકીએ?
#BharatKiLaxmi હેશટેગ યૂઝ કરો
વડાપ્રધાને કહ્યું કે આપણે દીકરીઓની ઉપલબ્ધિઓ અંગે સોશિયલ મીડિયામાં સૌથી વધુ શેર કરીએ અને #BharatKiLaxmi હેશ ટેગ યૂઝ કરીએ.
જુઓ LIVE TV