મોદીના શપથગ્રહણમાં દેશના તમામ ગવર્નર, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાઓને આમંત્રણ
આ સાથે જ તમામ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ સોગંધવિધિ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે યોજાનારા શપથ વિધિ સમારોહમાં દેશનાં તમામ રાજ્યોનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના મુખ્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટોચનાં સૂત્રોએ જણાવ્યું કે, આ ઉપરાંત દેશના તમામ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આ સમારોહમાં બોલાવવામાં આવ્યા છે. વિરોધ પક્ષના જે નેતાઓને આમંત્રણ અપાયું છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, જેડીએસ નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી તથા આપ પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે.
આ સાથે જ દેશના તમામ મોટા રાષ્ટ્રીય પક્ષો અને સ્થાનિક પક્ષોના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવારે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના સોગંધ લેવડાવશે.
લોકસભા ચૂંટણીમાં એક-બીજા પર તીખા પ્રહાર કર્યા પછી વિરોધ પક્ષના નેતાઓને આપવામાં આવેલું આમંત્રણ મોદી તરપથી તેમના સુધીનો સંપર્ક વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ભાજપનો પૂર્ણ બહુમત સાથે વિજય થયો હતો. આ સાથે જ સરકારે શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સ્ટેક દેશોનાં નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.
જૂઓ LIVE TV...