પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવા પર PM મોદીએ BJP ‘પરિવાર’ વિશે શું કહ્યું?
કોંગ્રેસ મહાસચિવ નિયુક્ત કરવામાં આવી અને પ્રાટીના પૂર્વી ઉત્તર પ્રદેશ મામલે પ્રભારી બનાવેલી પ્રિયંકાત ગાંધી વાડ્રાના પરોક્ષ ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભાજપમાં નિર્ણય આ આધાર પર કરવામાં નથી આવતો કે એક વ્યક્તિ અથાવ એક પરિવાર શું વિચાર શ?
મુંબઇ: ગાંધી પરિવારની સભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રાના ઔપચારિક રીતથી રાજકારણમાં આવવાના થોડા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે લોકતંત્ર ભાજપની નસોમાં દોડે છે. જ્યારે અન્ય મામલે પરિવારથી જ પાર્ટી બને છે. મહારાષ્ટ્રના બારામતી, ગઢચિરોલી, હિંગોલી, નાંદેડ અને નંદુરબારના બૂથ સ્તરના ભાજપ કાર્યકર્તા સાથે સંવાદ કરતા મોદીએ કહ્યું કે અન્ય મામલે પરિવાર જ પાર્ટી છે, અને તેનું વિપરીત ભાજપમાં પાર્ટી જ પરિવાર છે.
વધુમાં વાંચો: પ્રધાનમંત્રીને સુપ્રીમ કોર્ટ જવું અને CJIને મળવું કઇ ખોટું નથી: જસ્ટિસ લોકુર
કોંગ્રેસ મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને પ્રાટીના પૂર્વી ઉત્તર પ્રદેશ મામલે પ્રભારી બનાવેલી પ્રિયંકા ગાંધી વાડ્રાના પરોક્ષ ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભાજપમાં નિર્ણય તે આધાર પર કરવામાં નથી આવતો કે એક વ્યક્તિ અથાવ એક પરિવાર શું વિચારે છે? તેમણે કહ્યું કે, અમારી પાર્ટીમાં નિર્ણય તે આધાર પર કરવામાં આવે છે કે પ્રાર્ટી કાર્યકર્તા શું ઇચ્છે છે.
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, ભાજપ લોકતાંત્રિક સંસ્કૃતિ અને મૂલ્યથી ચાલે છે. તેમણે કહ્યું કે, લોકતંત્ર ભાજપની નસોમાં દોડે છે, આ કારણ છે કે દેશના લોકો પોતાને આ પાર્ટીની નજીક અનુભવ કરતા હોય છે.
વધુમાં વાંચો: 10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS
ભાજપની પ્રતિક્રિયા
આ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાના કોંગ્રેસમાં પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવા ચુટકી લેતે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે બુધવારે કહ્યું કે, તેમનું (પ્રિયંકા) વ્યક્તિત્વ સંગઠનમાં ‘વધુ મોટી ભૂમિકા’ના હકદાર હતું. પ્રસાદે કહ્યું, પ્રિયંકા જી મહાસચિવ બની છે, મારી તરફથી તેમને શુભકામનાઓ. જો કે, આ પરિવારનો મામલો છે, તો આ રીતનું પદ અસ્વાભાવિક નથી. હું માત્ર એટલું કહેવા ઇચ્છું છું કે તેમને માત્ર પૂર્વી ઉત્તર પ્રદેશમાં સમિતિ ભૂમિકા કેમ આપવામાં આવી છે. હકિકતમાં તેમનું વ્યક્તિત્વ મોટી ભૂમિકાનું હકદાર હતું.
વધુમાં વાંચો: CBI પ્રમુખનું નામ આજે થઇ શકે છે જાહેર, PMની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી નિયુક્તિ પાર્ટીનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ પત્રકારો સાથે વાંતચીતમાં પ્રસાદે કહ્યું કે આ મામલો એક ભાઇ (રાહુલ ગાંધી) દ્વારા પોતાની બેહન (પ્રિયંકા ગાંધી વાડ્રા)ને પાર્ટી પદ પર નિયુક્ત કરવાથી સંબંધિત છે.
ઉત્તર પ્રદેશના વિજળી મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે કોંગ્રેસ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. અને કોંગ્રેસમાં કોણ ચેરમેન બને છે, કોણ ડાયરેક્ટર અને કોણ મેનેજિંગ ડાયરેક્ટકર... તે પરિવારનો મુદ્દો છે. તેમણે કહ્યું કે જોકે પ્રિયંકા ગાંધી વાડ્રાની નિયુક્તીથી સ્ષપ્ટ થઇ ગયું છે કે પરિવારે પણ સ્વીકાર કરી લીધું છે કે રાહુલ ગાંધી ‘ફ્લોપ’ થઇ ગયો છે. પ્રસ્તાવિત મહાગઠબંધનમાં રાહુલ ગાંધીને કોઇ ભાવ આપી રહ્યું નથી.
વધુમાં વાંચો: ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા
શર્માએ કહ્યું કે ગરીબોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગઠબંધન થઇ ગયું છે. કોંગ્રેસે ગરીબોને નારા આપ્યા, જ્યારે મોદીએ ગરીબોને હક આપ્યો છે. તેમણે કહ્યું કે પહેલા પણ પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી, રાયબરેલીમાં પ્રચાર કરી ચુકી છે અને લોકો બધી વાતો જાણે છે.