નવી દિલ્હી: 18 નવેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે 2019ના આ અંતિમ સત્ર એકદમ મહત્વપૂર્ણ છે. આ સંબંધમાં મેં બધા પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી છે. આશા છે કે ગત સત્રની માફક આ વખતે પણ એકદમ સકારાત્મક પરિણામ નિકળશે. આજથી રાજ્યસભાના 250મા સત્ર પણ શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દેશ માટે જાગૃતતા અભિયાન બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ છે. સંવિધાન દિવસના 70 વર્ષ પોતાનામાં સદનના માધ્યમથી દેશવાસીઓ માટે જાગૃતિ અવસર બની શકે છે. દરેકની સક્રિય અને સકારાત્મક ભૂમિકાના લીધે ગત સત્ર અભૂતપૂર્વ રહ્યું હતું. આ સિદ્ધિ સમગ્ર સદનની હોય છે. જેમ કે ગત વખતે, બધા પક્ષોના સહયોગના કારણે, બધા સાંસદોની સક્રિયાના લીધે, ગત સત્ર અભૂતપૂર્વ રહ્યું. તે પ્રકારે આ સત્ર સકારાત્મક હોવાની આશા છે. સકારાત્મક ભૂમિકા માટે બધાનું આહવાન કરીએ છે. બધા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવા માંગીએ છી. ઉત્તમમાંથી ઉત્તમ ચર્ચા જરૂરી છે. વાદ હોય વિવાદ હોય સંવાદ હોય, બુદ્ધિ શક્તિનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube