નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સરકારી આવાસ પર સોમવારે રાત્રે કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક યોજી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરફાર અને અન્ય મંત્રીઓના કામકાજની સમીક્ષા માટે થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે શિવસેના અને અકાલી દળે એનડીએનો સાથ છોડી દીધો છે. ત્યારબાદ કેટલાક નેતાઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું અને કેટલાક મંત્રીઓના નિધન થયા છે. તેવામાં અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મંત્રીમંડળ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, અસમ વગેરે રાજ્યોના કેટલાક નેતાઓને સ્થાન મળી શકે છે. એનડીએના સાથી પક્ષોને પણ તક મળી શકે છે. તો કેટલાક મંત્રીઓને સરકારમાંથી હટાવી સંગઠનમાં મોકલવામાં આવી શકે છે. 


કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આ પહેલા શુક્રવારે અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. આ બેઠક પીએમ મોદીના નિવાસ્થાને યોજાઈ હતી. ત્યારબાદ શનિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાન્ડેય, હરદીપ પુરી અને વીકે સિંહે પોત-પોતાના મંત્રાલયોનું પ્રેઝન્ટેશન આપ્યું અને તેમના કામની સમીક્ષા કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ Toolkit case: રમન સિંહ અને સંબિત પાત્રાને હાઈકોર્ટમાંથી મળી રાહત, FIR પર લગાવ્યો પ્રતિબંધ


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસ દરમિયાન ભાજના સર્વોચ્ચ નેતાઓ સાથે મુલાકાત બાદ ઉત્તર પ્રદેસમાં પણ મંત્રીમંડળના વિસ્તારને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ સૂત્રોએ કહ્યું કે, પીએમ મોદી ઘણીવાર કેન્દ્રીય મંત્રીઓને મળતા રહે છે અને નડ્ડા પણ ત્યાં હાજર રહે છે. ભાજપ આ દિવસોમાં વિભિન્ન રાજ્યોમાં પોતાના સંગઠન અને સરકારી કાર્યોની સમીક્ષા કરી રહ્યું છે. 


તો હાલમાં નડ્ડાએ પાર્ટી મહાસચિવો સાથે એક બેઠક કરી હતી, જેમાં પાર્ટી દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલા રાહત કાર્યો સિવાય વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube