નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને નેપાળની વચ્ચે સંબંધોને મજબુત કરવા માટે નેપાળના પુર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડના યોગદાનની શનિવારે સરાહના કરી. પ્રચંડે અહીં મોદી સાથે મુલાકાત કરી. પ્રચંડ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના સહ અધ્યક્ષ પણ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન કાર્યાલય દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયું કે, બંન્ને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોમાં પ્રગતી અંગે ચર્ચા કરવાની સાથે પરસ્પર હિતોનાં મુદ્દાઓ ઉપરાંત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની પૂર્વ વાતચીતને યાદ કરી અને પ્રચંડને ભારત-નેપાળ સંબંધોને મજબુત કરવાની દિશામાં આપેલા અમૂલ્ય યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો. 

આ વર્ષે નેપાળની પોતાની બે મુલાકાતોને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, હાલમાં જ ઉચ્ચસ્તરીય વાતચીતથી નેપાળ સંબંધોને મજબુત કરવાની દિશામાં ગતિ મળી છે. 

આ અગાઉ નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે શનિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું. ત્રણ દિવસની ભારત યાત્રા પર આવેલા પ્રચંડે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે નેપાળનાં રાજનીતિક પરિસ્થિતી સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. 


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજ નેપાળનાં પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. બંન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સારા બનાવવા મુદ્દે વિચારોનું આદાન પ્રદાન કર્યું. 

પ્રચંડ નેપાળ કમ્યુનીસ્ટ પાર્ટી (એકીકૃત માર્કસવાદી- લેનિનવાદી) અને નેપાળ કમ્યુનીસ્ટ  પાર્ટી (માઓવાદી સેંટર)ના યૂનિય દ્વારા રચાયેલ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીનાં બે અધ્યક્ષો પૈકી એક છે. તેઓ 2008થી 2009 અને પછી 2016થી 2017 સુધી નેપાળના વડાપ્રધાન પણ રહી ચુક્યા છે.