નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી યોજાવામાં આશરે 8 મહિનાનો સમય બાકી છે પરંતુ રાજકીય લડાઇની પિચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વચ્ચે ઘણી રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી એજન્ડા તૈયાર કરનાર પ્રશાંત કિશોરની સંસ્થાનો લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલો સર્વે સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ લોકોએ દેશના એજન્ડાને આગળ લઈ જનાર નેતા પસંદ કર્યા છે. સર્વેમાં કુલ 57 લાખ લોકો સામેલ થયા હતા, જેમાં 48 ટકા લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદી જ દેશના એજન્ડાને આગળ લઈ જવામાં સૌથી યોગ્ય પસંદ છે. 


આ યાદીમાં વડાપ્રધાન મોદી બાદ બીજા નંબર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો છે. પરંતુ મત ટકાવારીના હિસાબે પીએમ મોદી સૌથી આગળ છે. રાહુલને માત્ર 11.2 ટકા લોકોએ મત આપ્યો છે. દિલ્હીના સીએમ કેજરીવાલ રાહુલથી થોડા પોઇન્ટ પાછળ છે, કેજરીવાલને 9.3 ટકા લોકોએ મમતા આપ્યા છે. 


[[{"fid":"181287","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ આ લિસ્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને બસપા સુપ્રીમો માયાવતીનું નામ છે. 


આ સર્વેમાં દેશના હાલના મુદ્દા, કિસાન, રાજકીય હલચલ, શિક્ષણ અને રમત સાથે જોડાયેલા સવાલો પર લોકોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા. આ સિવાય લોકોને પૂછવામાં આવ્યું કે, તેની માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો શું છે. જેમાં મહિલાઓની સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દે ગણાવવામાં આવ્યો છે. તો કિસાનોની સમસ્યાને બીજો સૌથી મોટો મુદ્દે દર્શાવવામાં આવ્યો છે.