Blood Group of Top Leaders of Country: શું તમને ખબર છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનું બ્લડ ગ્રુપ કયું છે? કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના બ્લડ ગ્રુપ રેર છે? આજે અમે તમને દેશના કેટલાક ટોચના નેતાઓના બ્લડ ગ્રુપ વિશે માહિતી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લડ ગ્રુપ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય છે. આમ તો દુનિયામાં 43 પ્રકારના રેર બ્લડ ગ્રુપ વિશે જણાવવામાં આવ્યું છે પરંતુ સામાન્ય રીતે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. A+, B+, Ab+ और O+ આ ચાર બ્લડ ગ્રુપના જ નિગેટિવ બ્લડ ગ્રુપ પણ હોય છે. A-, B-, Ab-, અને O-. નેગેટિવ ગ્રુપને રેર ગણવામાં આવે છે. ચૂંટણી સોંગંદનામામાં નેતાઓના બ્લ્ડ ગ્રુપ વિશે માહિતી નોંધાયેલી છે. જાણો દિગ્ગજ નેતાઓના બ્લડ ગ્રુપ વિશે ખાસ માહિતી....


1. પીએમ મોદી, રાજનાથ સિંહ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ (A+) છે. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહનું બ્લડ ગ્રુપ પણ A+ છે. 


2. અમિત શાહ
દેશના ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું બ્લડ ગ્રુપ પણ A+ છે. 


3. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ (B-) છે. જ્યારે વાયનાડ સાંસદ રાહુલ ગાંધીનું બ્લડ ગ્રુપ પણ B- છે. 


4. મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ (B+) છે. જ્યારે તેમના પુત્ર અને પ્રદેશના પૂર્વ પીએમ અખિલેશ યાદવનું  બ્લડ ગ્રુપ પણ B+ છે. 


5. પ્રિયંકા ગાંધી
રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીની વાત કરીએ તો બ્લ્ડ ગ્રુપના મામલે તેમનું એકદમ અલગ બ્લ્ડ ગ્રુપ છે. તેઓ ઓ નેગેટિવ (o-) છે.


6. યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બ્લડગ્રુપ AB+ છે. 


7. માયાવતી
યુપીના પૂર્વ પીએમ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ (B+) છે. એટલે જોઈએ તો  રાજકીય ધૂર વિરોધીઓ માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ મામલે એક સાથે છે. બંનેના બ્લડ ગ્રુપ સરખા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube