વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (14 જુલાઇ)ના રોજ બપોરે બે વાગ્યે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. વારાણસી એરપોર્ટ પર તેમનું સ્વાગત રાજ્યપાલ રામ નઇક, સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારના રોજ પૂર્વાંચલની મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી શનિવારે સૌથી પહેલા આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી વારાણસી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સીએમ યોગી આદિત્યનાથ સાથે આઝમગઢ માટે રવાના છઇ ગયા. જ્યાંથી તેઓ મંદિર હવાઇ પટ્ટી પર બનાવાયાલે હેલિપેટ પર પહોંચશે. પુર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ જે જિલ્લામાં આવી રહેલા વડાપ્રધાન મોદી શનિવારે સવાલ કલાક રહેશે. વડાપ્રધાન મોદી રવિવારે મિર્ઝાપુર જશે. ત્યાં તેઓ બાણસાગર યોજનાનું લોકાર્પણ કરવાની સાથે જ મેડિકલ કોલેનજનો શિલાન્યાસ કરશે. 

વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલીવાર આઝમગઢમાં અને મિર્ઝાપુરમાં બીજીવાર જઇ રહ્યા છે. ત્રણેય જિલ્લામાં વડાપ્રધાન મોદી સભાઓ પણ સંબોધિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા 2019ની તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવાઇ છે. જેમાં સૌથી મહત્વનું ક્ષેત્ર ઉત્તરપ્રદેશ છે. આ રાજ્યને સરકરવું ખુબ જ મહત્વનું છે.